woman committed suicide in Surat: આપઘાતની ઘટનાઓમાં દિવસેને દિવસે સતત વધારો થઇ રહ્યો છે ત્યારે વધુ એક આપઘાતની ઘટના ગુજરાત રાજ્યના સુરત શહેર માંથી સામે આવી છે. સુરત શહેરમાં વધુ એક પરિણીતાએ આપઘાત કરી લીધો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ ઘટનામાં સાસરિયા સહિત પતિના માનસિક અને શારીરિક ત્રાસથી કંટાળીને પરિણીતાએ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે.
મળતી માહિતી અનુસાર, સુરતના ઈચ્છાપુર વિસ્તારમાં રહેતી એક મહિલાએ આપઘાત કરી લીધો હતો, કહેવામાં આવી રહ્યું છે કે, મહિલાએ આપઘાત કરતા પહેલાં એક વીડિયો બનાવ્યો હતો અને તેમાં અનેક લોકો પર આક્ષેપ લગાવ્યો હતો. ત્યારે આ મામલે મહિલાના પરિવારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે ફરિયાદને આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ મહિલાએ આપઘાત કરતા પહેલાં સોશિયલ મીડિયામાં એક વીડિયો પણ બનાવીને મુક્યો છે. આ વીડિયોમાં મહિલાના પતિ અને સાસરીયાઓ છેલ્લા લાંબા સમયથી મહિલાને ત્રાસ આપતા હતા અને આ બાબતે તેને તેના પરિવારને જાણ પણ કરી હતી.
પ્રાપ્ત માહિતી લગ્નના સાત વર્ષમાં એક વર્ષ સુધી તો પરિણીતાને પ્રેમપૂર્વક રાખવામાં આવી હતી અને ત્યાર બાદથી નાની નાની બાબતે મહિલાને હેરાન કરવામાં આવતા હોવાની ફરિયાદ પરિવાર દ્વારા નોધવામાં આવી હતી, આખરે મહિલા એટલી કંટાળી ગઈ હતી કે તેને આપઘાત કરી લીધો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.