ગુજરાતમાં પોલીસ જ સુરક્ષિત નથી કે શું? જાણો વડોદરામાં પોલીસનું અપહરણ થયાની વાતમાં શું છે હકીકત?

વડોદરાના પોલીસ (Vadodara) તંત્રના છેવાડાના ડેસર પોલીસ સ્ટેશનમાં પોતાની ફરજ બજાવતા એક મહિલા પોલીસ કોન્સ્ટેબલનું અપહરણ (Police Constable Kidnap) થતા સમગ્ર પોલીસ બેડામાં ખૂબ જ…

વડોદરાના પોલીસ (Vadodara) તંત્રના છેવાડાના ડેસર પોલીસ સ્ટેશનમાં પોતાની ફરજ બજાવતા એક મહિલા પોલીસ કોન્સ્ટેબલનું અપહરણ (Police Constable Kidnap) થતા સમગ્ર પોલીસ બેડામાં ખૂબ જ સનસનાટી મચી જમા પામી છે. સાથે જ લોકો પોલીસ પર અનેક સવારો પર ઉઠાવી રહ્યા છે. હાલ વડોદરા જિલ્લાના પોલીસ મહિલા કોન્સ્ટેબલને શોધવા માટે તમામ એજન્સીઓને કામે લગાવી દીધી હોવાનું જાણવા મળી રહ્યું છે. મહિલા કોન્સ્ટેબલનું શંકાસ્પદ રીતે અપહરણ થવાથી સમગ્ર વિસ્તારમાં ખૂબ જ ચકચાર મચી છે.

આ સમગ્ર (Vadodara Police Constable Kidnap) ઘટના અંગે મળેલી માહિતી અનુસાર ડેસર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા પોલીસ કોન્સ્ટેબલ નું નામ મણીબેન ચૌધરી છે. તેમનું અપહરણ  શુક્રવારે સવારે કરવામાં આવ્યું હતું. જોકે વડોદરા જિલ્લા પોલીસ દ્વારા આ બનાવવાની જાણ ગુપ્ત રાખવામાં આવી હતી અને ગુપ્ત રીતે જો તપાસ ધમધમાટ શરૂ કરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર આ શોધમાં એલ.સી.બી., એસ.ઓ.જી., જિલ્લા પોલીસની ડેસર પોલીસ, પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમો મણીબેન ચૌધરીને શોધવામાં કામે લાગી છે. તેમ છતાય ચોવીસ કલાસ જેટલો સમય થો હોવા છતાય મણીબેનનો હજી સુધી કોઇ પત્તો લાગ્યો નથી.

અહીં ઉલ્લેખનીય છે કે અપહરણ થયેલ કોન્સ્ટેબલ પોલીસ મણીબેન 16 જાન્યુઆરી 2020 ના રોજ ડભોઇ પોલીસ સ્ટેશનમાં પોતાની ફરજ બજાવી રહ્યા હતા, ત્યારે તેઓ આઠ દિવસની રજા નો રિપોર્ટ મૂકીને સાંજના સમયે પોલીસ સ્ટેશનથી નીકળી ગયા હતા. ત્યારબાદ તેઓ બનાસકાંઠા જિલ્લા પોલીસમાં ફરજ આયતી પોતાની મોટી બહેન ને મેસેજ કર્યો હતો કે હું મારી ઈચ્છાથી વિદેશ જઈ રહી છું.

તેની મોટી બહેનને આ ઘટનાની જાણ થતા તરત જ પરિવારને કહ્યું અને પરિવારજનો ડભોઇ પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો. પરંતુ મણીનો ફોન બંધ આવતો હતો ત્યારબાદ પરિવારજનોએ પોલીસ સ્ટેશનમાં અરજી પણ આપી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર 16 જાન્યુઆરી 2023 ના રોજ કોન્સ્ટેબલ પોલીસ મણી ઈશ્વરભાઈ ચૌધરી અને સદ્દામ ગરાસીયા ડભોઈ થી ભાગી છુટ્યા હતા અને ત્યારબાદ છ કલાક પછી બંને કોલ્હાપુર થી ઝડપાયા હતા માતા પિતા તેને પોતાના ગામ લઈ ગયા હતા.

મળેલી માહિતીને આધારે ત્યારબાદ મહિલા પોલીસ કોન્સ્ટેબલ 1 માર્ચ 2023 ના રોજ સદ્દામ પાસે પરત આવી જતા બંને સાથે રહેતા હતા. મણીની ડભોઇ પોલીસ સ્ટેશનથી ડેસર પોલીસ સ્ટેશનમાં બદલી કરાઈ હતી. તેથી તે 2 જુલાઈ 2023 ના રોજ ફરજ માટે પોલીસ સ્ટેશન ગઈ હતી, હાલ પોલીસે મહિલા પોલીસ કોન્સ્ટેબલની શોધ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *