સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાત થશે જળબંબાકાર: ભાદર નદીમાં આવશે પુર- અંબાલાલ પટેલની ભયંકર આગાહી

Ambalal Patel Rain Forecast in Gujarat: હવામાન વિભાગે આજે મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. બે રાજ્યોમાં ઓરેન્જ એલર્ટના કારણે ભારેથી અતિભારે…

Ambalal Patel Rain Forecast in Gujarat: હવામાન વિભાગે આજે મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. બે રાજ્યોમાં ઓરેન્જ એલર્ટના કારણે ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગ ઉપરાંત હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે(Ambalal Patel Rain Forecast in Gujarat) પણ ગુજરાતમાં વરસાદને લઈને મોટી આગાહી કરી છે.

અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આવનાર સમયમાં પણ ગુજરાત પર વરસાદનું સંકટ યથાવત રહેશે. 23 તારીખ સુધી સૌરાષ્ટ્રના જુદા જદા વિસ્તારમાં વરસાદ પડી શકે છે. જ્યારે આજે દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ વરસશે. 24 જુલાઈ સુધી સમગ્ર ગુજરાતના વિવિધ વિસ્તારોમાં 4 ઇંચથી 10 ઇંચ જેટલો વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્રના ભાગોમાં પણ હજુ કેટલાક વિસ્તારોમાં પૂર આવવાની સ્થિતિ સર્જાઈ શકે છે. 27 જુલાઈથી પણ વરસાદનો અન્ય રાઉન્ડ શરૂ થશે જે ગુજરાતમાં ઓગસ્ટના મધ્ય સુધી વરસાદ લાવશે.

જુનાગઢ જિલ્લાના થાણાપીપળી ગામમાં અવિરત વરસાદના કારણે પાણી ફરી વળ્યા હતા. ગામની પાદરમાં પાણી ફરી વળતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. થાણા પીપળી ગામની ગ્રામ પંચાયત અને આસપાસના વિસ્તારમાં પાણી જમા થતા ગામની બજારમાં ચારે તરફ જળમય માહોલ જોવા મળ્યો હતો.

સ્થાનિકોએ જણાવ્યું છે કે ગામના રસ્તા ઉપર પાણી ફરી વળતા જીવન જરૂરી ચીજ વસ્તુઓ લેવા અને કોઈ આકસ્મિક મેડિકલ ઇમરજન્સીનો કેસ આવે ત્યારે તેઓને ઘણી મુશ્કેલી ઉદ્ભવતી હોય છે. મહત્વનું છે કે જુનાગઢ જિલ્લામાં અવિરત મેઘ મહેરથી ભૌગોલિક દ્રષ્ટિએ નીચાણ વાળા મોટાભાગના તમામ ગ્રામ્ય પંથકમાં આ પ્રકારના દ્રશ્યો સર્જાયા છે.

અમરેલી જિલ્લામાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે લાઠી શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સવારથી જ પાણી ભરાઈ ગયા છે. ખાસ કરીને જે રીતે વરસાદ પડી રહ્યો છે તે હવે ક્યાંકને ક્યાંક ખેડૂતો માટે નવી આફત બની રહ્યો છે.

ખેડૂતોએ ખૂબ જ મહેનત કરીને પાકનું વાવેતર કર્યું પરંતુ અવિરત વરસાદને કારણે ખેતી કરી શક્યા નહીં. ત્યારે આજે ખેડૂતોના ખેતરો પાણીથી તરબોળ થઈ જતાં ખેતરો તળાવ જેવા બની ગયા છે ત્યારે હવે ખેડૂતોને વધુ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *