17 ઓક્ટોબરે એક મહિલાનો મૃતદેહ સૂટકેસમાંથી મળી આવ્યો હતો. મૃતક મહિલા અને હત્યાના આરોપીની ઓળખ થઈ ગઈ છે. પોલીસનું કહેવું છે કે હત્યા પાછળનું કારણ પણ જાણવા મળ્યું છે. મૃતક મહિલાની ઓળખ પ્રિયંકા તરીકે થઈ છે. હત્યાનો આરોપી બીજો કોઈ નહીં પણ મહિલાનો પતિ છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 17 ઓક્ટોબરે ઇફ્કો ચોકમાંથી મહિલાનો મૃતદેહ એક સૂટકેસની અંદરથી મળી આવ્યો હતો. લાશ નગ્ન અવસ્થામાં હતી. જ્યારે પોલીસને મામલાની માહિતી મળી, ત્યારે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો. તપાસ બાદ હવે પોલીસે ઘણા મહત્વના ખુલાસા કર્યા છે.
પોલીસના જણાવ્યા અનુસાર પ્રિયંકા 21 વર્ષની હતી. તે તેના પતિ અને બાળક સાથે ભાડાના મકાનમાં રહેતી હતી. પ્રિયંકાએ દોઢ વર્ષ પહેલા જ રાહુલ સાથે લવ મેરેજ કર્યા હતા. લગ્ન બાદ પ્રિયંકાએ પોતાના હાથ પર રાહુલના નામનું ટેટૂ પણ કરાવ્યું હતું.
પતિ પર હત્યાનો આરોપ
પ્રિયંકાની લાશ મળ્યા બાદ પોલીસે તેના પતિ રાહુલને કસ્ટડીમાં લીધો હતો અને જણાવ્યું હતું કે પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે રાહુલે પ્રિયંકાની હત્યા કરી છે. પોલીસે જણાવ્યું કે પત્નીની વધતી માંગને કારણે રાહુલે તેની હત્યા કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર રાહુલે જણાવ્યું હતું કે, ‘ક્યારેક પત્ની ટીવી તો ક્યારેક મોબાઈલ ફોનની માંગણી કરતી. મારો પગાર 12 હજાર રૂપિયા છે. આવી સ્થિતિમાં તે પોતાની માંગ કેવી રીતે અને કેટલા સમય સુધી પૂરી કરશે? તેથી તેને મારી નાખી.’
પોલીસે જણાવ્યું હતું કે, હત્યા બાદ રાહુલે પ્રિયંકાના હાથનું ટેટૂ છરી વડે ખંજવાળ્યું હતું જેથી તેની ઓળખ ન થઈ શકે અને લાશને સૂટકેસમાં બંધ કરીને ઈફકો ચોક પાસેની ઝાડીઓમાં ફેંકી દીધી. અહીં પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જાણવા મળ્યું હતું કે મહિલાનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી. મૃતક મહિલાના શરીર પર ઈજાના અને દાઝીના નિશાન પણ મળી આવ્યા છે. આ સિવાય પ્રાઈવેટ પાર્ટ પર ઈજાના નિશાન પણ જોવા મળ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.