સુરત(Surat): શહેરના પાંડેસરા(Pandesara) વિસ્તારમાં આવેલી મિલમાં ડ્રમ મશીન(drum machine)ના કાપડ ખોલવાનું કામ કરતા સમયે ડ્રમ મશીનમાં સાડીનું પલ્લું ફસાઈ જવાને કારણે મહિલા મશીનમાં આવી જવાની કરુણ ઘટના ઘટી હતી. જેથી મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેમનું મોત થયું હતું. સમગ્ર ઘટનાની જાણ પાંડેસરા પોલીસ(Pandesara Police)ને થતા પાંડેસરા પોલીસ દ્વરા આ અંગે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, મૂળ બિહારના એકોની ગામના વતની અને હાલમાં પાંડેસરા વડોદ સ્થિત ક્રિષ્ના નગર નજીક રહેતા 36 વર્ષીય ટુમ્પાદેવી દીનબંધુ પાંડે પાંડેસરા GIDC સ્થિત મારુતિ ટેક્સટાઈલ મિલમાં કામ કરી રહ્યા હતા. મહિલા મિલમાં ડ્રમ મશીન પર કામ કરી રહ્યા હતા.આ દરમિયાન ડ્રમ મશીનમાં કાપડ ખોલવાનું કામ કરતા સમયે ડ્રમ મશીનમાં મહિલાનું સાડીનું પલ્લું ફસાઈ જવા પામ્યું હતું. જેને કારણે તે મશીનમાં આવી ગયી હતી. જેથી મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેમનું મોત થયું હતું
મૃતક મહિલાના ભાઈ રોહિતે જણાવતા કહ્યું હતું કે, બહેન 6 મહિનાથી મિલમાં કામ કરી રહી હતી. મિલમાં વાપરવામાં આવતા ડ્રમ મશીન પર બહેનને કામ કરવાનું હતું. આ દરમિયાન બહેનનું ધ્યાન ન રહેવાને કારણે મશીનના ડ્રમમાં તેના સાડીનો છેડો ફસાઈ ગયો હતો અને તે મશીનમાં આવી ગઈ હતી. બહેનને ગંભીર ઇજાઓ થવાને કારણે તાત્કાલિક તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી પરંતુ ત્યાં ફરજ પરના ડોક્ટરો દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, ટુમ્પાદેવી દીનબંધુ પાંડેને ત્રણ બાળકો છે. ત્યારે માતાનું અચાનક મોત થઈ જતા ત્રણેય બાળકોએ માતાની છત્રછાયા ગુમાવી દીધી છે.
આ સમગ્ર ઘટનાને લઈને પાંડેસરા પોલીસને જાણ થતા પાંડેસરા પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. સમગ્ર ઘટનાને પગલે પોલીસ દ્વરા અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જોકે પરિણીતાના મોતને લઈને પરિવારમાં માતમ છવાઈ ગયો છે. જયારે માતાનું અચાનક મોત થઈ જતા ત્રણેય બાળકોએ માતાની છત્રછાયા ગુમાવી દીધી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.