ગુજરાત(Gujarat): છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં આપઘાતની ઘટનાઓમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે પાટણ(Patan)માંથી એક આપઘાતની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. પાટણ શહેરમાં સુસાઇડ પોઇન્ટ તરીકે ઓળખાતા સિદ્ધિ સરોવર(Siddhi Sarovar)માં શુક્રવારના રોજ બપોરે વધુ એક યુવતીએ અગમ્ય કારણોસર મોતની છલાંગ મારીજીવનનો અંત આણ્યો હતો.
આ ઘટનાની મળતી માહિતી મુજબ વાત કરવામાં આવે તપ પાટણ શહેરના છીડીયા દરવાજા બહાર આવેલ દેવનગરી સોસાયટીમાં રહેતા મોદી પરિવારની બે સંતાનની માતા દિક્ષિતાબેન મોદીએ કોઈ અગમ્ય કારણોસર પોતાના જીવનથી હારીને સિદ્ધિ સરોવરમાં મોતની છલાંગ લગાવી આપઘાત કરી લીધો છે.
આ ઘટનાની જાણ પાટણ નગરપાલિકાના પક્ષના નેતા દેવચંદભાઈ પટેલને થતા તેઓએ તરત જ સીધ્ધી સરોવર ખાતે પહોંચી પાલિકાની ટીમને ઘટના સ્થળે બોલાવી મહા મુસીબતે મૃતક મહિલાના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો.
સમગ્ર ઘટનાની જાણ મૃતકના પરિવારજનોને તેમજ પોલીસને થતા તેઓએ પણ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોચ્યા હતા અને લાશનું પંચનામુ કરી પોસ્ટમોર્ટમ અર્થે પાટણ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી.
મહત્વનું છે કે, દિક્ષિતા બેને આ પ્રકારનું પગલું કયા કારણોસર ભર્યું તે અંગેની હજુ કોઈ પણ માહિતી બહાર આવી નથી. મૃત્યુનું સાચું કારણ જાણવાની કામગીરી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે, દિક્ષિતા બહેનના મૃત્યુના કારણે તેના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. બે બાળકોએ માતાની છત્રછાયા ગુમાવી દીધી છે. પરિવારના લોકો પણ કહી રહ્યા છે કે દિક્ષિતા બેને ક્યાં કારણોસર આ પ્રકારનું પગલું ભર્યું હશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.