ઘર સાથે ‘ઘરવાળો’ ફ્રી… આ મહિલાએ આલીશાન બંગલા સાથે પતિને પણ વેચવા કાઢ્યો

હાલમાં એક આશ્ચર્યજનક કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક મહિલાએ તેના ઘરની સાથે પૂર્વ પતિને પણ વેચવા કાઢ્યો છે. અમેરિકા(America)માં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક મહિલાએ તેના ઘરની સાથે પૂર્વ પતિને વેચવાની ઓફર કરી છે. મહિલાનું કહેવું છે કે, જો કોઈ તેનું ઘર ખરીદવા માંગે છે તો તેણે ઘર(Home)ની સાથે સાથે તેના પૂર્વ પતિ(Husband)ને પણ ખરીદવો પડશે. તે ઘર સાફ કરશે અને ખાવાનું પણ બનાવશે.

એક અહેવાલ મુજબ, અમેરિકાની રહેવાસી ક્રિસ્ટલ બોલ નામની મહિલાએ પોતાનું ઘર વેચવાની ઓફર કરી છે. મહિલાએ તેના પૂર્વ પતિ રિચર્ડને પણ વેચવાનો પણ નિર્ણય લીધો છે. ક્રિસ્ટલે પણ પોતાના પૂર્વ પતિને ઘર વેચવાની જાહેરાત કરી છે.

ક્રિસ્ટલે કહ્યું કે, તે અને તેના પૂર્વ પતિ રિચર્ડના 7 વર્ષ પહેલા છૂટાછેડા થયા હતા. પરંતુ હજુ પણ કેટલીક સંપત્તિઓ છે જેમાં તેઓ બંને સમાન ભાગીદાર છે. આ કારણથી તેણે ઘર વેચવા માટે તેના પૂર્વ પતિ રિચર્ડને પણ પેકેજમાં સામેલ કર્યા છે. તે ઇચ્છે છે કે ઘર વેચાયા પછી પણ રિચર્ડને રહેવા માટે જગ્યા મળે.

જણાવી દઈએ કે, ક્રિસ્ટલ અને રિચર્ડ બિઝનેસ પાર્ટનર પણ છે. તેમને એક પુત્ર પણ છે. ક્રિસ્ટલે કહ્યું કે, તેણે ઘરના વેચાણના સોદાને આકર્ષક બનાવવા માટેબ આ ઓફર કરી છે. જોકે, કેટલાક હોમ સેલ્સ બ્રોકર્સ તેને ઘર સાથે પતિ વેચવા ના કહી રહ્યા છે. તેમનું કહેવું છે કે આવું કરવું કાયદાની વિરુદ્ધ છે.

મહિલાએ વધુમાં જણાવ્યું કે, તેનું ઘર વેચવાની જાહેરાત પણ વેબસાઈટ પરથી હટાવી દેવામાં આવી છે. કારણ કે, કેટલાક લોકો પૂર્વ પતિને પેકેજમાં સામેલ કરવાનો વિરોધ કરી રહ્યા છે. પરંતુ, મહિલા માને છે કે તેનું ઘર ખૂબ સરસ છે. જરૂર પડ્યે કોઈ તેનું ઘર ખરીદશે અને તેના પૂર્વ પતિને પણ સાથે લઈ જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *