ધોળાદિવસે સુરત સિવિલ માંથી નવજાતની ચોરી, હજુ તો માતાએ બાળકનો ચહેરો પણ નહોતો જોયો ત્યાં…

ઘરમાં બાળકનો જન્મ થાય એટલે પરિવારમાં ખુશીનો માહોલ છવાઈ જાય છે. પરંતુ ક્યારેક ક્યારેક પરિવારની ખુશી માતમમાં પણ ફેરવાઈ જતી હોય છે. અમુક લોકોની વિપરીત…

ઘરમાં બાળકનો જન્મ થાય એટલે પરિવારમાં ખુશીનો માહોલ છવાઈ જાય છે. પરંતુ ક્યારેક ક્યારેક પરિવારની ખુશી માતમમાં પણ ફેરવાઈ જતી હોય છે. અમુક લોકોની વિપરીત બુધ્ધિના કારણે ઘણા પરિવારની ખુશીને દુઃખમાં બદલાતા વાર નથી લાગતી. હાલ સુરત શહેરમાં પણ આવી જ એક ઘટના સામે આવી છે. છેલ્લા ઘણા સમયથી બાળક ચોરીની ઘટનાએ વેગ પકડ્યો છે. આજે પણ સુરત સિવિલ (Surat Civil) માં આવી જ એક ઘટના સામે આવી છે.

સુરતની સિવિલ હોસ્પિટલમાં એક મહિલા મદદ કરવાના નામે નવજાત બાળકની ચોરી કરીને ફરાર થઇ ગઇ હતી. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઇ ગઈ હતી. બાળકની ચોરી કરીને જતી મહિલા સીસીટીવીમાં કેદ થઇ પરંતુ ચહેરો ઓઢણીથી ઢાંકેલો હતો જેના કારણે તે મહિલાની ઓળખ થઇ શકી નથી. જાણવા મળ્યું છે કે, મહારાષ્ટ્રના ધુલીયાથી પ્રસૃતિ માટે લિંબાયત મારૂતી નગરમાં પિયરમાં આવેલી પ્રસુતા મંગળવારે પીડા બાદ સિવિલ હોસ્પિટલમાં આવી પહોચી હતી.

બાળક જન્મ્યાની ગણતરીની સેકંડોમાં જ બાળક ગાયબ થતા પરિવારજનો ચોંકી ઉઠ્યા હતા. CCTV તપાસ કરતા માલુમ પડ્યું હતું કે, ઓપરેશન થિયેટરની બહારથી જ એક અજાણી મહિલા નવજાતને તફડાવી તેની સાથે લઇ ગઈ હતી. ધોળાદિવસે આટલી મોટી હોસ્પિટલ માંથી એક જીવિત બાળકની ચોરી થતા સિક્યુરિટી સ્ટાફ દોડતો થયો હતો. અનેક પ્રયાસો કરવા છતાં પણ બાળકનો કોઈ અતોપતો ન મળતા આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. માહિતી મળતા જ ખટોદરા પોલીસ સિવિલ હોસ્પિટલ પહોચી હતી.

માતાએ પુત્રનું મોઢું પણ જોયું ન હતું…
જે માતાએ બાળકને જન્મ આપ્યો તે જ બાળકનું મોઢું પણ માતા જોઈ શકી ન હતી. બાળકની ચોરી થવાની વાત સંભળાતા માતાની આંખમાં પાણીની ધાર વહી ગઈ હતી. બાળકની માતાએ જણાવ્યું કે, ‘મે મારા પુત્રનું મોઢું પણ જોયું ન નથી. જન્મ થયાની થોડા જ સમયમાં મારા પુત્રની ચોરી થઇ હતી’.

સીસીટીવીમાં કેદ થઇ ચોરી કરી જતી મહિલા
પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર, મદદ કરવાના નામે નવજાત બાળકની ચોરી કરીને ફરાર થતી મહિલા સીસીટીવીમાં કેદ થઇ ગઈ હતી. પરંતુ મહિલાએ પોતાની ઓળખાણ સંતાડવા માટે ચેહરો દુપટ્ટો બાંધેલો હતો, જેનાથી તેની ઓળખાણ થઈ શકી નહોતી. પોલીસને હોસ્પિટલ બહારથી મોઢુ છુપાવવા માટે ઉપયોગમાં લેવાયેલો મહિલાનો દુપટ્ટો મળી આવ્યો હતો. તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે, મહિલા બાળક સાથે કોઈ અજાણ્યા વાહનમાં બેસી ફરાર થઇ ગઈ હતી. હાલ પોલીસ બાળકને શોધવા વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *