દુનિયામાં મોટાભાગના લોકોને પરફેક્ટ તેમજ અટ્રેક્ટિવ દેખાવાનો શોખ રહેલો હોય છે. આવા કેટલાક લોકો સુંદર દેખાવવા માટે લાખો રૂપિયાનો ખર્ચ કરતા હોય છે ત્યારે અમુક લોકોને એવું પરિણામ મળતું હોય છે જયારે અમુક લોકોને સર્જરી કરાવ્યાનો અફસોસ સંપૂર્ણ જીવન દરમિયાન રહેતો હોય છે.
કપડાં પણ બાર્બી ડૉલ જેવા પહેરે છે:
આ યુવતીને કેટલાક લોકો જેસી બનીના નામથી ઓળખે છે. જેસીને બાળપણથી બાર્બી ડૉલ પ્રત્યે અનહદ લગાવ રહેલો હતો. તે મોટી થઇ તેમ છતાં તેના લગાવમાં કોઈ ફેરફાર આવ્યો ન હતો. જેસી ઘરની બહાર નીકળતી ત્યારે પણ બાર્બી ડૉલ જેવો મેકઅપ કરે છે. તે કપડાં પણ ઢીંગલીની સ્ટાઈલના જ પહેરે છે.
સર્જરી માટે પેરેન્ટ્સનું સેવિંગ્સ વાપર્યું:
જેસીનું ગાંડપણ તેના માતા-પિતાને જરાય ગમતું નથી. તેઓ ઘણીવખત આ વાતને લઈ જેસીને ખીજાયા પણ છે પરંતુ જેસીમાં કોઈ ફેરફાર જોવા મળ્યો ન હતો. તે સ્કૂલ પૂરું કર્યા બાદ પેરેન્ટ્સથી અલગ રહેવા લાગી તેમજ પોતાના શોખની પાછળ રૂપિયા ખર્ચવાનું શરૂ કરી દીધું હતું. જેસીએ તેના પેરેન્ટ્સની બચતમાંથી બ્રેસ્ટ સર્જરી કરાવી હતી.
20 વર્ષની ઉંમરમાં અનેકવાર સર્જરી કરાવી:
બ્રેસ્ટ સર્જરી કરાવ્યા બાદ આત્મવિશ્વાસ વધારવા તેણે લિપ્સની સર્જરી કરાવી હતી. વર્ષ 2020માં તેણે ફરીથી બ્રેસ્ટ સર્જરી કરાવી હતી. આટલી નાની ઉંમરમાં આટલી બધી સર્જરી કરાવનાર તે યુરોપની સૌપ્રથમ યુવતી છે. સમય જતા તેણે એક બાદ એક સર્જરી કરાવવાનું શરુ રાખ્યું હતું.
જેસી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. તેના ફોટો તેમજ વીડિયો ખૂબ વાઇરલ થાય છે. આ યુવતી ઘણીવખત એડલ્ટ કન્ટેન્ટ પણ પોસ્ટ કરે છે. હાલમાં જેસીને સર્જરી કરાવ્યાનો કોઈ અફસોસ રહ્યો નથી. બાર્બી ડૉલ જેવી ફિગર મેળવીને તે ખુબ ખુશ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.