લો કરો વાત : અહીં પરપુરુષ પસંદ આવી જાય તો મહિલાઓ તોડી દે છે લગ્ન..

પાકિસ્તાન-અફઘાનિસ્તાન બોર્ડર પાસે રહેતી કલાશા જનજાતિ  પાકિસ્તાનની સૌથી ઓછી સંખ્યાવાળા અલ્પસંખ્યકોમાં ગણના થાય છે. આ જનજાતિના સદસ્યોની સંખ્યા લગભક પોણા ચાર હજાર છે. આ પોતાના અજીબોગરી અને કેટલાક મામલામા આધુનિક પરંપરાઓ માટે જાણિતી છે. આ સમુદાયની મહિલાઓને પરપુરુષ પસંદ આવી જાય તો તે પોતાના લગ્ન પણ તોડી દે છે.

કલાશા સમુદાય ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં ચિત્રાલ ઘાટીના બામ્બુરાતે, બિરીર અને રામબુર ક્ષેત્રમાં રહે છે. આ સમુદાય હિન્દુ કુશ પહાડોથી ઘેરાયેલો છે. તેઓ માને છે કે આ પર્વત શ્રૃંખલાથી ઘેરાયેલો છે એટલે તેમની સભ્યાસ અને સંસ્કૃતિ સુરક્ષિત છે.

આ પહાડની ઐતિહાસિક સંદર્ભ પણ છે જેમ કે આ વિસ્તારમાં સિકંદરની જીત પછી કૌકાસોશ ઇન્દ્રકોશ કહેવામાં આવે છે. ભાષામાં આનો અર્થ હિન્દુસ્તાની પર્વત થાય છે.

વર્ષ 2018માં પહેલીવખત કલાશા જનજાતિને પાકિસ્તાની જનગણના દરમિયાન અલગ જનજાતિ તરીકે સામેલ કરવામાં આવી હતી. ગણના પ્રમાણે આ સમુદાયમાં કુલ 3800 લોકો સામેલ છે. અહીંના લોકો માટી, લાકડા અને કાદવથી બનેલા નાના નાના ઘરોમાં રહે છે.

કોઇપણ તહેવાર ઉપર અહીં સ્ત્રી-પુરુષ સાથે મળીને દારૂ પીવે છે. આ જનજાતિમાં સંગીત દરેક પ્રસંગને ખાસ બનાવી દે છે. તહેવારો ઉપર વાંસળી અને ડ્રમ વગાડી લોકો નાચે છે. અફઘાનિસ્તાન અને પાકિસ્તાન બહુસંખ્યકોના ડરના કારણે આ લોકો પારંપરિક અસ્ત્ર-શસ્ત્ર સાથે આધુનિક બંદૂકો પણ રાખે છે.

કલાશા જનજાતિમાં ઘરના કામો મોટાભાગે સ્ત્રીઓ જ સંભાળે છે. તેઓ ઘેંટા બકરા ચરાવવા માટે પહાડો ઉપર જાય છે. તેઓ ઘરે જ પર્સ અને રંગીન માળાઓ બનાવે છે.

આ વસ્તુઓને વેચવાનું કામ પુરુષો કરે છે. અહીંની મહિલાઓ સજવા ધજવા માટે શોખિન હોય છે. માથા ઉપર ખાસ પ્રકારની ટોપી અને ગળામાં પથ્થરોની રંગીન માળાઓ પહેરે છે.

અહીંની મહિલાઓને પોતાના મનપસંદ સાથીને પસંદ કરવાની પૂરી આઝાદી છે. તે પતિ પસંદ કરે છે અને લગ્નથી ખુશ ન હોય અને બીજો પુરુષ પસંદ આવી જાય તો તે હોબાળો મચાવ્યા વગર બીજા સાથે જઇ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *