મહિલા સમાનતા દિવસનું શ્રેષ્ઠ ઉદાહરણ બની ભુજમાં આવેલ નાના એવાં ગામમાં રહેતી આ વિધવા યુવતી – જાણો વિગતવાર ..

હાલમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. ઘણાં લોકોને આ મહામારીને કારણે આર્થિક સંકડામણનો સામનો કરવો પડ્યો છે. આની સાથે જ હાલમાં આત્મનિર્ભર ભારત પર અભિયાન પણ ચાલી રહ્યું છે, ત્યારે હાલમાં આને જ લઈને એક સમાચાર સામે આવી રહ્યાં છે.

દેશમાં સ્ત્રીઓ હવે પુરુષ સમોવડી બની રહી છે. કેટલાંક ક્ષેત્રમાં તો મહિલાઓ પુરુષોથી પણ આગળ નીકળી ગઈ છે તથા આર્થિક રીતે ઘણી પગભર બની છે. આજે મહિલા સમાનતા દિવસ છે, ત્યારે પરિવારમાં પુરુષની ખોટ પડે તેમજ પરિવારજનોને ભરણ-પોષણની જવાબદારી જ્યારે નાની ઉંમરની મહિલાઓ પર આવી જાય ત્યારે માથે આભ તૂટી પડે એવી સ્થિતિનું નિર્માણ થતું હોય છે.

આવાં સંજોગોમાં હિંમત ન હારતાં કચ્છ જિલ્લામાં આવેલ ભુજ તાલુકામાં જુરા ગામની વિધવા યુવતી રીના અમલ આર્થિક રીતે ઘણી પગભર બની છે. હાલમાં અદાણી હોસ્પિટલમાં નોકરી કરીને માસિક કુલ 10,000 રૂપિયાની આવક પણ મેળવી રહી છે.

રીનાબેને જણાવતાં કહ્યું હતું, કે સ્ત્રીઓ પગભર બની શકે છે. સ્ત્રીઓ ઓછું ભણેલ હોય તો પણ પોતાની આવડતથી આગળ આવી શકે છે. આજે તેઓ પગભર બની છે. એમને કુલ 2 સંતાન છે. આની સાથે જ એમનું ભરણ-પોષણ તથા અભ્યાસનો ખર્ચ પણ તેઓ કરી રહ્યા છે.

કચ્છ જિલ્લામાં આવેલ ભુજ તાલુકાનાં નાના એવા જુરા ગામનાં વતની રીનાબહેન સુનીલભાઈ અમલ લગ્ન પછી ગૃહિણીની સાથે જ નાનું એવું કામકાજ કરીને પોતાના પતિને સહાયરૂપ બનતા હતાં. જો, કે સુખમય લગ્ન જીવનમાં અચાનક જ એક આઘાતજનક ઘટના બની હતી.

એમના પતિનું મૃત્યુ થતાં તેઓ નિરાધાર બની ગયા હતાં. જેને કારણે રીનાબહેન પર આભ તૂટી પડ્યું હોય એવી સ્થિતિ ઉભી થઈ હતી તેમજ કુટુંબનાં ભરણ-પોષણનો ભાર પણ માથે આવ્યો હતો. રીનાબહેન પોતાના ઘરનું ગુજરાન ચલાવવા માટે નાનું-મોટું કામકાજ કરીને દૈનિક ખર્ચને પહોંચી વળવા માટે તનતોડ મહેનત કરતા હતાં.

આ દરમ્યાન ‘વિશ્વાસ સખી મંડળ’નાં સભ્યનાં સંપર્કમાં આવ્યા અને મુખ્યમંત્રી ગ્રામોદય યોજના અંગે જાણકારી મેળવી હતી. માત્ર 30 દિવસનો એક તાલીમ કોર્ષ કરીને અદાણી હોસ્પિટલમાં PCA બની ગયા હતાં. કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી તેમજ અદાણી સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટર વચ્ચે થએલાં MOU અંતર્ગત વિધવા બહેનોને આજીવિકા મળી રહે તેની માટે GDA એટલે કે ‘જનરલ ડ્યુટી આસિસ્ટન્ટ’ નામથી માત્ર 30 દિવસનાં એક તાલીમ કોર્ષમાં ભાગ લીધો હતો.

આ કોર્ષ હેઠળ રીનાબહેને માત્ર 15 દિવસ માટે થિયરી તેમજ કુલ 15 દિવસને માટે અદાણી હોસ્પિટલ ખાતે પ્રેક્ટિકલની તાલીમ લીધી હતી. આ તાલીમ પૂરી કર્યાં પછી તમામ બહેનોને જુદી-જુદી હોસ્પિટલમાં નોકરી પણ આપવામાં આવી હતી.

જેમાં રીનાબહેનની આવડત તેમજ નવું શીખવાની ધગશને ધ્યાનમાં લઇને એમને અદાણી હોસ્પિટલમાં PCA એટલે કે ‘Patient care attendant’ તરીકે નોકરી આપવામાં આવી હતી. આ નોકરી બદલે હાલમાં તેઓ માસિક 10,000 રૂપિયાનું વેતન પણ મેળવી રહ્યા છે.

આની સાથે જ ઘરનું ગુજરાન ચલાવી રહ્યાં છે. આમ, તેઓએ પતિની ખોટ ઘરમાં પડવા દીધી નથી તેમજ પગભર બનીને એક પુરુષ સમોવડી બનીને જવાબદારી નિભાવી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *