દિલ્હીનાં શાહીનબાગમાં છેલ્લાં ઘણાં સમયથી CAAનો વિરોધ છેલ્લાં ઘણાં મહિનાઓથી ચાલી રહ્યો છે ત્યારે તેને સમર્થન આપવા અમદાવાદના રખિયાલ, બાપુનગર, જુહાપુરા અને દરિયાપુરમાં શાહીનબાગની જેમ જ 22 દિવસથી માંડી દોઢ મહિનાથી મહિલાઓ ધરણાં પર બેઠી છે. દરિયાપુર લીમડી ખાતે પણ આ જ પ્રકારે મહિલાઓનો ધરણાં કાર્યક્રમ ચાલતો હતો જે પોલીસે રવિવારે રાત્રે બંધ કરાવ્યો હતો. આ આંદોલનને શહેરના કેટલાક શિક્ષણવિદ, કલાકારો, સામાજિક સંગઠનોનો ટેકો છે.
અમદાવાદના દરિયાપુરને શાહીનબાગ બનાવવાનું આ પોસ્ટર વાઈરલ થતાં ચકચાર મચી જવા પામી છે. ઉલ્લેખનીય છે કે, શાહીનબાગ ખાતે નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ ચાલી રહેલા આંદોલને દેશભરના લોકોનું ધ્યાન ખેંચ્યું છે અને સંબંધિત કાયદા વિરુદ્ધ ચાલી રહેલા આંદોલનનું કેન્દ્ર બની ગયું છે. આ આંદોલનમાં મોટી સંખ્યામાં મહિલાઓ જોડાઈ છે.
દરિયાપુર વિસ્તારને શાહીનબાગ બનાવવા માટેનાં પોસ્ટર સોશિયલ મીડિયામાં વાઈરલ
ત્યારે વળી બીજી તરફ, અમદાવાદ દરિયાપુરનાં લીમડીચોકને પણ શાહીનબાગ બનાવવા માટેનાં પોસ્ટર ગઇ કાલે સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતાં. જેને લીધે આ પોસ્ટર વાયરલ થતા ચારે બાજુ ભારે ચકચાર મચી ગઇ છે. જો કે અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં તોફાન ના થાય તે માટે પોલીસે પેટ્રોલિંગ પણ શરૂ કરી દીધું હતું.
દરિયાપુર વિસ્તારને શહેરનો અતિસંવેદનશશીલ વિસ્તારમાં ગણવામાં આવે છે. જો આ વિસ્તારમાં કોઇ અનિચ્છનીય બનાવ બને તો તેના પડઘા માત્ર અમદાવાદમાં નહી પરંતુ સમગ્ર ગુજરાતમાં પડે તેવી શક્યતા છે. શહેરમાં શાંતિનું વાતાવરણ ડોહળાય તે માટે કેટલાંક તત્ત્વો સર્કિય થયાં છે અને અમદાવાદના દરિયાપુર વિસ્તારને શાહીનબાગ બનાવવા માટેનાં પોસ્ટર સોશિયલ મીડિયામાં વાઈરલ કર્યાં હતાં.
“ચલો હમ દરિયાપુર કો શાહીનબાગ બના દેં”
અત્રે ઉલ્લેખનીય છે કે આ પોસ્ટરમાં લખવામાં આવ્યું છે કે, “ચલો હમ દરિયાપુર કો શાહીનબાગ બના દેં” મહોલ્લે કી તમામ મા ઓર બહેનો સે ગુઝારિશ હે NRC-NPR-CAA કે વિરોધ મેં આજ સે એક મહિને (૧ એપ્રિલ તક) દરિયાપુર (લીમડી ચોક) બન્ને કી મસ્જિદ કે પાસ રોજાના ૩ સે ૬ બજે તક ધરણાં પ્રદર્શન રખા ગયા, બે લિહાઝા તમામ મસ્તુરાત સે ગુજારિશ હે કે ઝિયાદહ લે ઝિયાદહ તાદાદ મેં હાં પર પહુંચને કી ફિક્ર ઓર કોશિશ કરેં. “હમ સબ કો મિલ કર અપને વજુદ ઓર ઇસ્લામ કો બચાને કી ફિક્ર ઓર કોશિશ કરની ચાહિએ”
રખિયાલમાં 14 જાન્યુઆરીથી ચાલે છે ધરણા
રખિયાલ અજિત મિલ પાસે 14 જાન્યુઆરીથી ધરણાં ચાલે છે. બંધારણ સમજાવતા પુસ્તકોની લાઈબ્રેરી ખૂલી, વિવિધ ક્ષેત્રના વક્તાનું ભાષણ, દેશપ્રેમના ગીતો, ગઝલો વગાડવામાં આવી રહી છે અને અનોખો વિરોધ કરાઈ રહ્યો છે. ધરણાંમાં ભાગ લેનારી મહિલાઓનું કહેવું છે કે, CAAનો કાયદો રદ નહીં થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. IIM, CEPT અને અમદાવાદ યુનિવર્સિટીએ બંધારણ અંગેના પુસ્તકો મૂક્યાં છે.
મહોલ્લા સમિતિની બેઠકો યોજીને અફવા દૂર કરાઈ રહી છે: DCP
‘અનેક વિસ્તારોમાં પોલીસનું ફૂટ પેટ્રોલિંગ એ સામાન્ય પ્રક્રિયા છે. પણ, દરિયાપુર વિસ્તારમાં અફવા ફેલાવવાના પ્રયાસોને નિષ્ફળ બનાવવા માટે શાંતિ સમિતિ અને મહોલ્લા સમિતિઓ થકી લોકો સાથે મીટિંગ યોજાઈ રહી છે. નાગરિકોના મનમાં શંકા-કુશંકા હોય તે દૂર કરવામાં આવી રહી છે. લોકો અફવા અને ગેરસમજો પર ધ્યાન ન આપે એવી અપીલ છે.’
એક સમય હતો જ્યારે દરિયાપુર વિસ્તારમાં નાની નાની વાતોમાં કોમી જૂથ અથડામણ થતી હતી પરંતુ છેલ્લાં કેટલાંક વર્ષોથી દરિયાપુર વિસ્તાર કોમી એક્તાનું પ્રતીક બની ગયું છે. આ મામલે ઝોન ચારના ડીસીપી નીરજ બડગુજરે જણાવ્યું છે કે પોસ્ટના મામલે નહીં પરંતુ આ રૂટિન ફૂટ પેટ્રોલિંગ હતું.
બાપુનગરમાં મોરારજી ચોક પાસે મહિલાઓનો વિરોધ
મળતી માહિતી પ્રમાણે, બાપુનગર મોરારજી ચોક પાસે અહીં 29 જાન્યુઆરીથી મહિલાઓ વિરોધ પ્રદર્શન કરી રહી છે. CAAના વિરોધમાં બનાવાયેલા ગીતો ગવાય છે. વિવિધ સંગઠનના લોકો અને સામાજિક કાર્યકરો ભાષણ આપે છે. મહિલા અગ્રણીઓનું કહેવું છે કે, સીએએ રદ કરવામાં ન આવે ત્યાં સુધી દેખાવો અને વિરોધ ચાલુ રાખીશું. બપોરે 1થી 5માં અને રાત્રે 8થી 11 સુધી મહિલાઓ ધરણાં પર બેસે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.