એવો અંધવિશ્વાસ કે પુરુષોએ પ્રસૂતાનું શબ ન ઉપાડ્યું, મહિલાઓએ કાંધ આપી ગામની બહાર દફનાવી

છત્તીસગઢના કાંકેરના તુમસનાર ગામમાં અંધવિશ્વાસના કારણે પુરુષોએ પ્રસૂતાનું શબ દફનાવવા ઇનકાર કરી દીધો. એટલું જ નહીં, તેમણે શબને કાંધ પણ ન આપી. ત્યાર બાદ મહિલાઓએ…

છત્તીસગઢના કાંકેરના તુમસનાર ગામમાં અંધવિશ્વાસના કારણે પુરુષોએ પ્રસૂતાનું શબ દફનાવવા ઇનકાર કરી દીધો. એટલું જ નહીં, તેમણે શબને કાંધ પણ ન આપી. ત્યાર બાદ મહિલાઓએ જ અંતિમયાત્રા કાઢી અને ગામની બહાર જંગલમાં શબ દફનાવ્યું. અહીં એવો અંધવિશ્વાસ છે કે કોઇ પ્રસૂતાનું શબ ગામમાં દફનાવવાથી તે ભૂત-પ્રેત બની જાય છે. પ્રસૂતાના શબને પરિણીત પુરુષો અડતા પણ નથી. તુમસનારની સુકમોતીન કાંગે (32)એ રાજસ્થાનના પંકજ ચૌધરી (30) સાથે 2016માં લગ્ન કર્યા હતા. સુકમોતીન મા બનવાની હતી. તેને પ્રસૂતિ માટે જિલ્લા હોસ્પિટલમાં લઇ જવાઇ. 15 ઓક્ટોબરની રાત્રે અઢી વાગ્યે તેણે બાળકને જન્મ આપ્યો. જોકે, તેના અડધા કલાક બાદ બાળકનું મોત થઇ ગયું. સુકમોતીનને તેની ખબર પડતાં આઘાતથી જ તેનું પણ મોત થયું. 16 ઓક્ટોબરે બન્નેના શબ ગામમાં પહોંચ્યા તો અંતિમવિધિ માટે એકેય પુરુષ આગળ ન આવ્યો.

મહિલા એક NGO સાથે જોડાયેલી હતી

મૃતક સુકમોતીન એક એનજીઓ સાથે જોડાયેલી હતી, જેના કામ અર્થે તે થોડો સમય જશપુર અને રાજસ્થાન ગઇ હતી. રાજસ્થાનમાં પંકજ સાથે તેને ફ્રેન્ડશિપ થઇ અને લગ્ન કરી લીધા. હાલ બન્ને ગામમાં જ સાથે રહેતા હતા.

ગ્રામીણોને જાગૃત કરીશું

મહિલાના અંતિમ સંસ્કાર ન કરવા દેવાય એ ખોટું છે. ભૂત-પ્રેતનું કોઇ અસ્તિત્વ નથી એ સાબિત થઇ ચૂક્યું છે. સમિતિ ગામમાં જશે. અંધવિશ્વાસ દૂર કરવા લોકોને જાગૃત કરશે. – ડૉ. દિનેશ મિશ્ર, અધ્યક્ષ, અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *