યૂરોપના કેટલાક દેશોમાં મૂળ સ્થાનિકોની વસ્તી ઘટતી જાય છે અને બહારનો વસવાટ વધતો જાય છે. વિવિધ પ્રકારની સર્વિસ અને કામગીરી માટે દેશમાં માણસો મળતા ન હોવાથી વિદેશીઓને આમંત્રણ આપવુંએ કેટલાક યૂરોપિયન દેશોની મજબૂરી પણ છે. જો કે દેશના સ્થાનિકો બહારથી આવતા લોકો સાથે ભળતા ન હોવાની સમસ્યા પણ જોવા મળે છે. ખાસ કરીને દક્ષિણપંથી રાજકિય પક્ષો અને સમર્થકો નારાજ રહેતા હોય છે. આવી જ સમસ્યાથી પીડાતા હંગેરીએ દેશમાં વસ્તી વધારવા માટે એક નૂસખો અજમાવ્યો છે ચાર કે ચારથી વધુ બાળકો ધરાવતી મહિલાને ઇન્કમટેક્ષ ભરવામાંથી મુકિત આપી છે.
મહિલાઓની પ્રજનનક્ષમતા વધે તે માટે આર્થિક પ્રોત્સાહન આપવાની નીતિ પણ અપનાવી છે. ૪૦ વર્ષ સુધીમાં પ્રથમ વાર લગ્ન કરનારી મહિલાને ૧ કરોડ ફોરિન્ટ (૨૫ લાખ રુપિયા) લોન આપવાની જાહેરાત કરી છે. લગ્ન પછી જો બાળક પેદા થાય તો આ લોન ત્રણ વર્ષ સુધી ભરવા પર મુકિત આપવામાં આવે છે.બીજુ બાળક પેદા થાય ત્યારે લોનની એક તૃતિયાંશ રકમ અને ત્રીજુ બાળક થાય ત્યાર સંપૂર્ણ લોન માફ પણ થશે. યુવાધનને લગ્ન માટે પ્રોત્સાહન આપવા મકાન લોન માટેના સ્લેબમાં પણ ખાસ સુધારણા કરવામાં આવશે. ભવિષ્યમાં બેંક લોન લેવાની થાય ત્યારે તેની ગણતરીમાં બાળકોની સંખ્યાને પણ ધ્યાનમાં લેવામાં આવશે.
જેમ કે ૩ બાળકો ધરાવતા પરીવારને સાત સીટો વાળી કાર ખરીદવા માટે સબસીડી આપવામાં આવશે. જયારે ચાર બાળકો ધરાવતી કે પાલનપોષણ કરતી મહિલાને જીવનભર ઇન્કમટેક્ષ નહી ભરવો પડે એવી પણ જાહેરાત કરવામાં આવી છે. હંગેરીનો સરેરાશ પ્રજનન દર ૧.૪૫ છે જે યૂરોપના ૧.૫૮ કરતા પણ ઓછો છે.યૂરોપમાં સૌથી વધુ પ્રજનન દર પ્રતિ મહિલા ૧.૯૨ ફ્રાંસનો છે. એક માહિતી મુૂજબ છેલ્લા ૭૦ વર્ષમાં વિશ્વમાં મહિલાઓનો પ્રજનન દર પ૦ ટકા ઘટયો છે.૧૯૫૦માં પ્રજનન દરની સરેરાશ ૪.૭ હતી જે ઘટીને ૨.૪ છે. ભારતમાં પ્રજનન દર ૨.૩૩ જેટલો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને Whatsapp, Facebook, Twitter, Instagramઅને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.