રસ્તા પર આવી રહેલી કારને જોઇને ભરાયેલા પાણીથી બચવા માટે યુવતીએ અપનાવ્યો અદભૂત નુસખો- જુઓ મજેદાર વિડીઓ

સોશિયલ મીડિયામાં અવારનવાર અનેક વિડીઓ વાયરલ થાય છે. કેટલાય વિડીઓ એવા હશે જેને જોઇને તમે ડરી જતા હશો તો અમુક વિડીઓ એવા હોય છે જે આપણું દિલ જીતી લે છે. ત્યારે અમુક વિડીઓ રમુજી હોય છે. જયારે અનેક વિડીઓ પ્રેરણાત્મક અથવા સૂચનાત્મક હોય છે. ત્યારે આવો જ એક અદભૂત વિડીઓ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જે વિડીઓ જોઇને તમે પણ બોલી ઉઠશો કે શું નુસખો અપનાવ્યો છે.

વરસાદી મોસમમાં રસ્તાઓ પર પાણી ભરાઈ જવાના કિસ્સાઓ તો અવારનવાર બનતા હોય છે. ત્યારે અનેક વાહનો એવા હોય છે કે જે ખુબ જ ઝડપે આવે છે અને પાણી કે કાદવ આપણા પર ઉડાડે છે, જેને લીધે આપણા કપડા પણ બગડે છે. ત્યારે આવો જ એક વિડીઓ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક યુવતી બચવા માટે એક મજેદાર રીત લઈને આવી છે. આ પ્રકારનો નુસખો ભાગ્યે જ કોઈના મનમાં ઝડપથી આવી શકે છે.

આ વીડિયો આઈપીએસ અધિકારી રૂપીન શર્માએ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. વીડિયોની સાથે તેણે કેપ્શનમાં લખ્યું છે કે, તમારી જાતને બચાવવા માટેની સરળ રીત. વિડિઓમાં તમે જોઈ શકો છો કે એક છોકરી રસ્તાની બાજુમાં જઈ રહી છે અને રસ્તા પર ઘણું પાણી છે. ત્યારે એક કાર પાછળથી ઝડપથી આવી રહી છે. કારને જોતાં જ યુવતી જમીન પર પડેલો પથ્થર ઉપાડીને કાર તરફ જોવા લાગે છે. આ જોઇને કાર ચાલક પોતાની કારને ધીમે પાડી દે છે અને ધીમેથી તે યુવતીની બાજુમાંથી પસાર થઇ જાય છે. જેને લીધે યુવતી પાણીથી પલળતી બચી જાય છે.

લોકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. આ વિડિઓ અત્યાર સુધીમાં 2 હજારથી વધુ લોકો છે. લોકો વીડિયો પર ઘણી ટિપ્પણી કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, આનો અર્થ એ કે લાકડીઓ વગર ચાલશે નહીં? બીજાએ લખ્યું, વન્ડરફુલ આઇડિયા, હું ચોક્કસપણે તેનો પ્રયાસ કરીશ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *