ગુજરાતમાં આવેલ ભરૂચ જીલ્લામાંથી હાલમાં એક ઘટનાનાં સમાચાર સામે આવી રહ્યાં છે. દહેજ GIDCની હિમાની ઓર્ગેનિક કંપનીના ETP પ્લાન્ટમાં આજે સવારમાં રાસાયણિક પ્રક્રિયા કરતી વખતે ભીષણ આગ લાગી હતી. આ ઘટનામાં દાઝી જતાં એક કામદારનું મોત નીપજ્યું હતું.
ઘટનાની જાણ થતાંની સાથે જ પોલીસનો કાફલો ઘટનાસ્થળ પર પહોંચી ગયો હતો તેમજ આ મામલે તપાસ હાથ ધરવામાં આવી છે. આની પહેલા પણ અંકલેશ્વરમાં આવેલ દહેજની હિમાની ઓર્ગેનિક કંપનીના પ્લાન્ટમાં બ્લાસ્ટ પછી આગ લાગતા કુલ 3 કામદારના મોત નીપજ્યા હતા.
આગના ધુમાડા દૂર-દૂર સુધી જોવા મળ્યા :
ભરૂચ જિલ્લાની દહેજ GIDC માં આવેલ હિમાની ઓર્ગેનિક કંપનીના ETP પ્લાન્ટમાં રાસાયણિક પ્રક્રિયા કરતી વખતે આજે સવારમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. જેને કારણે ફાયરબ્રિગેડ ઘટનાસ્થળ પર દોડી આવ્યું હતું તથા ભારે જહેમત પછી આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો.
જો કે, આ ઘટનામાં કંપનીમાં કામ કરતા એક કામદારનું દાઝી જવાથી અવસાન થયું હતું, જેને લીધે પોલીસે એના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો તેમજ આ મામલે કંપની સત્તાધીશોની પૂછપરછ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
હિમાની ઓર્ગેનિક કંપની એગ્રો કેમિકલનું ઉત્પાદન કરતી હોવાનું જાણવા મળી રહ્યું છે. હિમાની ઓર્ગેનિક કંપનીમાં લાગેલ આગના ધુમાડા દૂર-દૂર સુધી જોવા મળ્યાં હતાં, જેને કારણે લોકોનાં ટોળેટોળાં પણ ઘટનાસ્થળ પર એકત્રિત થઇ ગયાં હતાં.
અંકલેશ્વરમાં હિમાનીના પ્લાન્ટમાં આગમાં 3 કામદારના મોત :
અંકલેશ્વરની હિમાની ઓર્ગેનિક ઇન્ડસ્ટ્રીઝમાં કુલ 5 મહિના અગાઉ રિએક્ટરમાં રાસાયણિક પ્રક્રિયા વખતે એક્ઝોથર્મિક રિએક્શન થતાં અચાનક તાપમાન તથા પ્રેસર વધી બ્લાસ્ટની સાથે ભીષણ આગ લાગી હતી. જેમાં કુલ 6 કામદાર દાઝ્યા હતા, જેનાં પૈકી કુલ 3 કામદારના સારવાર દરમિયાન મોત થયું હતું.
કેમિકલ કંપનીઓમાં ઘણીવાર આગની ઘટનાઓ બને છે :
ભરૂચ જિલ્લામાં આવેલ દહેજ તથા ઝઘડિયા સહિતના ઇન્ડસ્ટ્રિયલ વિસ્તારોમાં આવેલ કેમિકલ કંપનીઓમાં ઘણીવાર આગની ઘટનાઓ બનતી હોય છે તેમજ એમાં કામદારોનાં મોત પણ થતાં હોય છે. જો કે, GPCB તેમજ કંપનીઓ દ્વારા ફાયર સેફ્ટી અંગે કોઈ ચોક્કસ પગલાં લેવામાં આવ્યા નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle