મજુરો બોલ્યા આવા એલાન તો થતા રહે, અમને ખાવાનું પણ નથી મળી રહ્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે દેશ માટે ઇકોનોમી પેકેજનું એલાન કર્યું છે. આ પેકેજ 20 લાખ કરોડ રૂપિયાનું હશે. પરંતુ પ્રવાસી મજૂરોનું કહેવું છે કે તેમને આનાથી કોઈ ફાયદો નથી થનારો. Lockdown થી સૌથી વધારે પ્રભાવિત પ્રવાસી મજૂરો છે જે બીજા રાજ્યોમાં કામ કરી રહ્યા છે. ગઈકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જે વીસ લાખ કરોડ રૃપિયાના પેકેજની જાહેરાત કરી તેનાથી તેમને કોઈ આશા નથી.

સમાચાર એજન્સી સાથે વાત કરતા મજૂર એ કહ્યું કે અમને કોઈ આશા નથી. આવા એલાન તો થતા જ રહે છે. મજુર સુધી ક્યાં કંઈ પહોંચે છે. મજૂરોને કશું નથી મળતું, મજૂરોને જો ખાવાનું મળી જતું હોત તો અમે શા માટે નીકળ્યા હોત?  તેમજ એક અન્ય મજૂરે કહ્યું કે અમને આવા એલાનથી કોઈ ફાયદો નથી મળનારો. અમે ઘરે જવા માગીએ છીએ. ટ્રેન શરૂ કરવી હોય તો કરે નહીંતર અમે પગપાળા ચાલ્યા જશું. અમે મરીશું તો ઘરે જ મરિશું.

એક મહિલા મજુરને જ્યારે પીએમ મોદીના પેકેજ વિશે સવાલ પૂછવામાં આવ્યો તો તેમણે કહ્યું કે તેનાથી ખુશ શું થવુ? કામ જ નથી મળી રહ્યું તો શા માટે ખુશ થવું. મહેનત મજૂરી કરતા રહીએ છીએ. રોજગાર જ નથી. તેનાથી સારું છે કે ગામ જઈને કંઈ નાનું મોટું કામ કરી લઈશું. આનાથી કોઈ ફાયદો નહીં થાય. અમને કોઇ અસર નથી મળી રહ્યું.

જણાવી દઈએ કે કોરોના સંકટ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે ફરી એક વખત રાષ્ટ્રને સંબોધિત કર્યો. રાષ્ટ્રને નામ સંબોધનમાં નરેન્દ્ર મોદીએ 20 લાખ કરોડના પેકેજનું એલાન કર્યું. સાથે સાથે તેમણે ચોથા lockdown વિશે પણ વાત કરી.પીએમે કહ્યું કે વીસ લાખ કરોડ રૂપિયાનું આ રાહત પેકેજ આત્મનિર્ભર ભારત અભિયાનને નવી ગતિ આપશે.

તેમણે કહ્યું કે આ પેકેજ વિશેની માહિતી આગળના કેટલાક દિવસોમાં જાહેર કરવામાં આવશે. તેની સાથે જ તેમણે કહ્યું કે કોરોનાવાયરસ એ ભારતને આત્મનિર્ભર બનવા અને દુનિયામાં આગળ વધવાનો અવસર પ્રાપ્ત થયો છે. પીએમ મોદીએ એ પણ કહ્યું કે ૧૮મીથી lockdown નું ચોથું ચરણ પણ લાગુ કરવામાં આવશે પરંતુ આ lockdown પહેલા ત્રણ ચરણથી ખૂબ અલગ છે.જણાવી દઈએ કે lockdown નું ત્રીજું ચરણ 17 મે ના રોજ પૂર્ણ થઇ રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *