વિશ્વ બેંકે ભારતને કોરોના સામે લડવા 100 કરોડ ડોલરની સહાય મંજૂર કરી, પાકિસ્તાનને મળ્યા માત્ર…

કોરોનાવાયરસ સામે લડવા માટે વિશ્વ બેંકે સહાયતા યોજનાઓના પ્રથમ પગલે ૧૯૦ કરોડ ડોલર સાથે 25 દેશોની મદદ જાહેર કરી છે. પહેલા ચરણમાં સહાયતા મેળવવા વાળા દેશોમાં ભારત, સહિત દક્ષિણ એશિયા, યુરોપ અને મધ્ય એશિયા, મધ્યપૂર્વ અને ઉત્તર આફ્રિકાના ઘણા દેશો સામેલ છે. વોશિંગ્ટન થી આવેલી ખબર અનુસાર કોરોનાવાયરસ થી લડવા માટે વિશ્વ બેંકે વિકાસશીલ દેશોને તાત્કાલિક આર્થિક મદદ કરવા માટે નિર્ણય કર્યો છે. જેના પગલે ભારતને 100 કરોડ ડોલરની ઈમરજન્સી આર્થિક સહાયતાને મંજૂરી આપી છે.

CORONA VIRUS થી લડવા માટે વિશ્વ બેંકે 190 કરોડ ફાળવ્યા છે. જે 25 દેશોને મદદ માટે અપાશે. આ ઈમરજન્સી આર્થિક સહયોગ નો મોટો ભાગ ભારતને દેવામાં આવ્યો છે. જે 100 કરોડ ડોલર હશે. સાથે સાથે ૪૦ થી વધુ દેશોમાં વધુ ઝડપી રીતે આ અભિયાનને આગળ વધારવામાં આવશે.

વિશ્વ બેન્કે પોતાના એક પ્રેસ રિલીઝમાં કહ્યું કે ભારતમાં 100 કરોડ ડોલરની ઈમરજન્સી આર્થિક થી ભારત દેશમાં સારી આરોગ્ય તપાસ, લેબોરેટરી તપાસ, રોગથી બચવા માટેના ઉપકરણો ખરીદવા અને નવા આઇસોલેશન વોર્ડ બનાવવા માટે વાપરવામાં આવશે.

દક્ષિણ એશિયા માં અન્ય દેશો મે વિશ્વ બેંકે પણ આપ્યું છે. પાકિસ્તાન માટે20 કરોડ ડોલર, અફઘાનિસ્તાન માટે 10 કરોડ ડોલર, શ્રીલંકા માટે 12.9 કરોડ ડોલર, ઇથોપિયા માટે 8.26 કરોડ ડોલર અને માલદીવ માટે 76 લાખ ડોલરની સહાયતા મંજૂર કરવામાં આવી છે.

વિશ્વ બેન્કે કહ્યું કે, આર્જેન્ટિના, કંબોડિયા, ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો, હૈતી, કેન્યા અને યમન જેવા દેશોને ઓછી ઈમરજન્સી હોવાથી ઓછી રકમ આપવામાં આવશે. વિશ્વ બેંકે વધુમાં જણાવ્યું કે, આ મહામારી થી બચવા માટે ગરીબ અને વધુ સંવેદનશીલ દેશ વધુ પ્રભાવિત થઈ શકે છે. વિશ્વ બેંક દ્વારા આગામી 15 મહિના માટે 160 અરબ ડોલર ની ઈમરજન્સી સહાય આપવાની યોજનાને મંજૂરી આપી દીધી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *