વનડેના આંકડા હોય કે પછી વર્લ્ડકપના, ઓસ્ટ્રેલિયાની ટીમ હંમેશા ભારત પર ભારે પડી છે. પણ આજે વર્લ્ડકપમાં બન્ને ટીમો એકબીજાની સામે આવી રહી છે. પોતાની પહેલી મેચ સાઉથ આફ્રીકા જેવી મજબૂત ટીમ સામે સરળતાથી જીત મેળવનારી ભારતીય ટીમ આજે ખતરનાક ગણાતી ઓસ્ટ્રેલિયા સામે વિશેષ રણનીતિ સાથે આજે મેદાન પર ઉતરશે.
ભારત માટે આજે બોલિંગ ડિપાર્ટમેન્ટમાં મહત્વનો વિષય રહેશે. ભારત માટે એ વિષય મહત્વનો રહેશે કે તે પોતાના બે રિસ્ટ સ્પિનર્સ સાથે મેદાનમાં ઉતરે છે કે, પછી ત્રણ સ્પેશિયાલિસ્ટ પેસર્સ સાથે. વિરોધી ટીમના સ્પિથ અને વોર્નને જોતા ભારત ઓવલની પિચ અને હવામાનને જોતા અંતિત 11માં બદલાવ કરી શકે છે.
પ્રેશરથી બચવા માટે જીત જરુરી
ભારત માટે આ મેચ ઘણી જ મહત્વની છે. જો ટીમ ઈન્ડિયા બીજી મેચમાં સતત જીત મેળવે છે તો તેનો આગળનો માર્ગ આસાન થઈ જશે, જો અહીં હાર મળી તો તે ખતરાની ઘંટી સમાન બનશે. કારણ કે આગળની મેચોમાં ભારતની ટક્કર ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ સામે અને આશ્ચર્યમાં મૂકી રહેલી વેસ્ટ ઈન્ડિસ અને પાકિસ્તાન સામે થશે. પોતાનો દબદબો યથાવત રાખવા માટે ભારત માટે અહીં જીતવું જરુરી છે.
વિરોધીઓ પર બારીક નજર
ભારત હવે પોતાની બેટિંગ અને બોલિંગ બન્નેમાં સંયોજન તપાસી રહી છે. પાછલી સીરિઝમાં ભારતની સપાટ પિચો પર ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન સ્મિથ અને વોર્નરની ગેરહાજરીમાં પણ ઓસ્ટ્રેલિયાની ટીમે ભારતીય સ્પિનર્સ કુલદીપ યાદવ અને યુજવેન્દ્ર ચહલનો સારી રીતે સામનો કર્યો હતો. કેપ્ટન એરોન ફિંચ અને ઉસ્માન ખ્વાજાએ પણ જાદવની ઓફ સ્પિનનો સારી રીતે સામનો કર્યો હતો, અને આવી સ્થિતિમાં ભારતીય કોચ અને કેપ્ટનને વિકલ્પ શોધી રહ્યી છે જે વિરોધી ટીમને ઘૂટણિયે લાવી શકે. ઓસ્ટ્રેલિયાના બેટિંગ કોચ પોન્ટિંગનું ભારતીય ટીમ પર નજર છે. પોન્ટિંગે કહ્યું- “તેઓ એક સ્પિનર સાથે ઉતરી શકે છે અને કેદાર જાદવનો ઉપયોગ બીજા ઓલરાઉન્ડર તરીકે કરી શકે છે, અને તેઓ અન્ય ફાસ્ટ બોલરને ટીમમાં સમાવી શકે છે. અમે તેના પર ધ્યાન રાખીશું અને સુનિશ્ચિત કરીશું કે તમામ ખેલાડીઓ સારી રીતે તૈયાર રહે.”
શમીનું થઈ શકે છે કમબેક
સાઉથ આફ્રીકા સામે અંતિમ અગિયારમાંથી બહાર રહેલી મોહમ્મદ શમીને ટીમમાં સ્થાન મળી શકે છે. શમીની રણનીતિ હેઠળ બહાર રખાયો હતો, કારણ કે સાઉથ આફ્રીકાના પ્લેયર્સ સ્પિનર્સને સારી રીતે રમી શકતા નથી. પણ ઓસ્ટ્રેલિયાની હાલની ટીમ જસપ્રીત બુમરા અને શમીના ફાસ્ટ બોલ પર વધારે પરેશાન થાય છે. ભુવનેશ્વર કુમાર સાઉથ આફ્રકી સામે બીજા સ્પેલમાં અસરકારક લાગ્યો, જ્યારે તેને બે વિકેટ મળી. જો ભારત સ્પિનર્સને બહાર રાખે તો શમીને ટીમમાં સ્થાન મળી શકે છે, અને ભુવનેશ્વરને બહાર બેસવું પડશે.
ચહલ થઈ શકે છે ટીમમાંથી બહાર
જો કોઈ બેમાંથી એક સ્પિનરને ટીમમાં રાખવામાં આવે તો ચહલ ચાર વિકેટ લેવા છતાં બહાર રહી શકે છે, કારણ કે કુલદીપ યાદવ ઓસ્ટ્રેલિયા સામે વધુ સફળ રહ્યો છે. ચહલે અંતમાં મોહાલીમાં ઓસ્ટ્રેલિયા સામે મેચ રમી હતી જેમાં 10 ઓવરમાં 80 રન આપ્યા હતા. કુલદીપ યાદવને સારો ઉછાળ મળે છે અને તેના સ્ટોક બોલ ડાબોડી બેટ્સમેનોને પહેશાન કરી શકે છે. આ સ્થિતિમાં વિકેટ-ટુ-વિકેટ બોલિંગ કરનારા વિજય શંકરના નામ પર પણ વિચાર કરવામાં આવી શકે છે.
શિખર ધવન બનશે ચિંતાનો વિષય?
શિખર ધવનનું ખરાબ ફોર્મ ભારત માટે ચિંતાનો વિષય છે. આઈસીસી ટુર્નામેન્ટમાં સારું પ્રદર્શ કરનારા ધવને ઈંગ્લેન્ડ પ્રવાસ પછી કોઈ ખાસ કરામત બતાવી નથી. તે બન્ને પ્રેક્ટિસ મેચ અને પહેલી મેચમાં ફેલ રહ્યો છે. જે રીતે ઓસ્ટ્રેલિયાના બોલર મિચેલ સ્ટાર્ક બોલને મૂવ કરાવે છે તે જોતા શિખર ધવન માટે કશું સરળ નથી લાગી રહ્યું. આમ છતાં ભારતીય ફેન્સ અને ટીમ ઈચ્છશે કે શિખરનું બેટ આજે ચાલી જાય. જો આમ ના થયું તો ટીમ મેનેજમેન્ટે કેએલ રાહુલને ઓપનિંગમાં ઉતારીને શંકરને ચોથા નંબર પર લાવી શકે છે.
પિચ અને હવામાનની સ્થિતિ
વાદળો છવાયેલા રહેશે, પણ ક્રિકેટ ફેન્સ માટે ખુશ ખબરી છે કે, વરસાદ થવાની આશંકા માત્ર 10% જ છે. જ્યારે તાપમાન 15 થી 16 ડીગ્રી રહેવાની સંભાવના છે. જ્યાં પિચની વાત કરીએ તો ઓવલ પર તમામ માટે કંઈકને કંઈક રહેલું હોય છે. ફાસ્ટ બોલર્સને અહીં પેસની સાથે બાઉન્સ પણ મળે છે. જો તડકો રહ્યો તો અહીં હાઈ સ્કોરિંગ મેચ જોવા મળી શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.