દુનિયામાં ઘણા પ્રકારના મ્યુઝિયમ તમે જોયા હશે. પરંતુ આ મ્યુઝિયમ તમે પહેલા કોઈ જગ્યા પર નહિ જોયું હોય. લંડનમાં એક અનોખુ મ્યુઝિયમ ખુલવા જઈ રહ્યું છે જેની સોશિયલ મીડિયા પર ખુબ ચર્ચા થઈ રહી છે. દુનિયાના પહેલા આ મહિલા પ્રાઈવેટ પાર્ટ્સ મ્યુઝિયમનું નામ છે વજાઈના મ્યુઝિયમ.
આ દુનિયાનું પહેલું એવું મ્યુઝિયમ હશે અને 16 નવેમ્બરે તેને ખોલવામાં આવશે. આ મ્યુઝિયમની ફાઉન્ડર ફ્લોરેન્સ શેક્ટર છે. મળેલી માહિતી મુજબ, આ મ્યુઝિયમને બનાવવામાં લગભગ 44 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.
આ પૈસા ફ્લોરેન્સે ક્રાઉડફન્ડિંગ દ્વારા ભેગા કર્યા હતા. સોશિયલ મીડિયા પર તેનો ખૂબ પ્રચાર કરવામાં આવ્યો છે. તેનું પોતાનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ અને વેબસાઈટ પણ છે. ફ્લોરેન્સે જણાવ્યું કે મ્યુઝિયમને લોકોની વચ્ચે પ્રાઈવેટ પાર્ટને લઈને ફેલાયેલી અફવાઓને દુર કરવા માટે ખોલવામાં આવી રહ્યું છે.
ફાઉન્ડર ફ્લોરેન્સે આ મ્યુઝિયમ બનાવવા વિશે વર્ષ 2017માં વિચાર્યું હતું. ત્યારે તેમને ખબર પડી હતી કે પેનિસ બેસ એક મ્યુઝિયમ આઈસલેન્ડમાં સ્થિત છે.
તમને જણાવી દઈએ કે આઈસલેન્ડ વાળા મ્યુઝિયમાં દરેક જાનવરોના પેનિસનું ડિસ્પ્લે છે. તેના પર ફ્લોરેન્સે વિચાર્યું કે એવુ એક મહિલાઓનું મ્યુઝિયમ પણ હોવું જોઈએ. આ કારણો સર દુનિયાનું સૌથી પહેલું મહિલા પ્રાઈવેટ પાર્ટ્સનું મ્યુઝિયમ ખોલવામાં આવ્યું.
ફ્લોરેન્સે જણાવ્યું કે બોડીના આ પાર્ટ વિશે જે પણ વાત કરતા લોકો ખચકાય છે તેના પર ત્યાં વાત કરવામાં આવશે. અહીં લોકોને વેજાઈનાની સાથે સાથે મહિલાઓને થનાર વિવિધ રોગ અને મહિલાની શારીરિક રચના વિશે જણાવવામાં આવશે. ફાઉન્ડર માને છે કે આ તેનાથી મહિલાઓમા આ વાતને લઈને જે ખચકાટ હોય છે તે દુર થશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.