વંદન ભાદાણી: વિશ્વભરમા 3 મે ના રોજ વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિન તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ મનાવવાનો મુખ્ય ઉદ્દેશ દુનિયાભરમાં પ્રેસની સ્વતંત્રતા અને પત્રકારોની સુરક્ષા નક્કી કરવાનું છે. પ્રેસ સુરક્ષાના મામલામાં ભારતનું સ્થાન ખૂબ જ નીચે છે. વિશ્વ પ્રેસ સ્વતંત્રતા ના ઇન્ડેક્સમાં 180 દેશોમાંથી ભારતનો નંબર 142મો આવે છે. છેલ્લા ચાર વર્ષમાં ભારતનું સ્થાન સતત નબળુ પડી રહ્યુ છે. લોકશાહી દેશ નો ચોથો સ્તંભ પત્રકારત્વને માનવામાં આવે છે. પરંતુ આ સ્તંભ ઉપર હવે સત્તાધારીઓ ના ઈશારે રંગકામ થઈ રહ્યું છે.
આ મામલે આપણા પાડોશી દેશોની વાત કરીએ તો નેપાળ, શ્રીલંકા મ્યાનમારમાં પ્રેસની સ્વતંત્રતા ખૂબ સારી છે. જે તેમનો પ્રેસ સ્વતંત્રતા ઇન્ડેક્ષ દર્શાવે છે. ભૂટાન 67, નેપાળ 112, શ્રીલંકા 127, જ્યારે મ્યાનમાર 139 માં ક્રમે છે. પાકિસ્તાન નો નંબર આ યાદીમાં 145મો આવે છે.જ્યારે ચીનનો ક્રમ 177 મો આવે છે.
એક રિપોર્ટ અનુસાર 2014 થી 2019 દરમિયાન ભારતમાં પત્રકારો પર 198 જેટલા હુમલાઓ થયા. જેમાંથી 36 હુમલાઓ 2019માં કરવામાં આવ્યા હતા. 40 હુમલામાં પત્રકારોની હત્યા કરી દેવામાં આવી છે. જ્યારે તેમાંથી 21 હુમલાઓ તો કોઈ સમાચાર છપાવા થી નારાજ થયેલા લોકોએ કરાવી હતી. કહેવાય છે કે આ હુમલાઓમાં ૭૦ ટકા જેટલા કિસ્સાઓમાં તો ફરિયાદ જ દાખલ નથી થઇ.
દુનિયાભરમાં ઘણા દેશોમાં પત્રકારો અને પ્રેસ પર અત્યાચારો થઈ રહ્યા છે. મળ્યા સંગઠનો અને સત્તાપક્ષ પર બેઠેલી સરકાર હેરાન કરતી હોય છે. તેમના પર સરકાર ને અસર પહોંચે તેવા સમાચાર દર્શાવવા બદલ દંડ પણ લગાવવામાં આવે છે અને તેમને સરકારી જાહેરાતો આપીને આર્થિક નુકસાન પહોંચાડતા હોય છે.
ભારતીય મિડિયા પર ખુદ ભારતના લોકો જ તટસ્થતા ના સવાલ ઉઠાવી રહ્યા છે. જો કોઇ પત્રકાર સાચું બોલવાનો પ્રયત્ન કરે તો તેની ચેનલમાંથી તેની નોકરી છોડાવી દેવાના આરોપ પણ સરકાર પર લાગી ચૂક્યા છે. ઘણા મીડિયા હાઉસ ના માલિકો કોઈને કોઈ રાજકીય પક્ષમાં સક્રિય હોદ્દાઓ પણ ભોગવી રહ્યા છે. જ્યારે અમુક ન્યૂઝ ચેનલોને સરકારી જાહેરાત માત્ર વિપક્ષના નેતાઓ વિરુદ્ધ બોલવા માટે જ મળતી હોય છે.
ભારતમાં સારુ પત્રકારિત્વ કરતા લોકોને દેશદ્રોહી ચીતરવામાં આવી રહ્યા છે. આઇટી સેલ નું કામ કરતા અમુક એન્કર રિપોર્ટરો પાસે દેશભક્તિના સર્ટિફિકેટ બનાવવાનું પ્રિન્ટર પણ છે. જેઓ કોઈ કોર્ટના જજ માફક નિર્ણય લઈ કોઇપણ વ્યક્તિને દેશદ્રોહી અને દેશભક્તના પ્રમાણપત્ર બનાવી આપે છે. દેશ ના પ્રશ્નો અને લોકોની સમસ્યાઓ ના નિવારણ માટે દુર્બળ નો અવાજ બનવાને બદલે કોમવાદ, કટ્ટરવાદ ફેલાવવા વાળા એન્કરને લોકો પસંદ કરી રહ્યા છે. જ્યારે તેમના વિરોધીઓ પણ એટલા જ છે. જોકે આવા નિર્લજ્જ પત્રકારો અને ચેનલો ના માલિકોને વૈશ્વિક મીડિયા ગણતું નથી.
પત્રકારોનો ઓસ્કાર એવોર્ડ ગણાતો મેગ્સેસ એવોર્ડ મેળવનાર રવીશકુમાર ભારતના શ્રેષ્ઠ પત્રકારોમાના એક છે. તેઓ ભારતના પત્રકારત્વ ના પડતા સ્તરને વર્ણવતા કહે છે કે, માત્ર ભારતમાં જ નહીં દુનિયાભરમાં મીડિયા પર તરાપ મારવા તમામ દેશોની સરકાર પ્રયત્નશીલ હોય છે. મીડિયા પર નિયંત્રણ રાખવા સરકાર ઉદ્યોગપતિઓને આ ઇન્ડિયા હાઉસ ખરીદી લેવામાં મદદ પણ કરતી હોય છે. પત્રકારે ચમચા બનવાને બદલે શકવાદી બનવાની જરૂર છે. સરકારના તમામ નિર્ણયોને શંકાની નજરથી જોઈને તેને તપાસવોનું કામ પત્રકારનું છે. દિલ્હીમાં પાર્ટીઓની ઓફિસ બહાર તમે નજર કરશો તો ત્યાંથી પત્રકાર નીકળતો દેખાશે. પરંતુ સમસ્યા વાળા વિસ્તારમાં પત્રકાર દેખાઈ રહ્યા નથી.
દેશની ભાવ વધારાની સમસ્યાઓને બતાવવા ને બદલે પાકિસ્તાનના ટામેટાના ભાવ આસમાને પહોચ્યાની ખબરો બતાવીને દેશમાં રાષ્ટ્રવાદ ફેલાવતા મીડિયા હાઉસને આઈટી સેલ જ ગણી શકાય. 2000 ની નોટમાં ચીપ લગાવેલી છે તેવી જાહેરાત કરનાર ભારતીય મીડિયા ને નોટબંધીની લાઈન નહોતી દેખાઈ. TRP અને બ્રાન્ડ્સ ની જાહેરાત મેળવવા માટે કોઈ પણ ફેક ન્યુઝ ચલાવવા માટે કેટલી ચેનલોને જનતા દંડ કરાવી ચૂકી છે. પરંતુ અબજોની કમાણી કરનાર મીડિયા હાઉસને લાખ ના દંડથી કશું થવાનું નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news