આ દુનિયામાં એવા ઘણા લોકો છે જેની પાસે હાથ- પગ કે આંખો અથવા તો શરીરના કોઈ પણ અંગ હોતા નથી તેમ છતાં પણ તે લોકો ક્યારેય હાર માનતા નથી. પરંતુ હાર માનવાની જગ્યાએ કોશિશ કરે છે અને અંતે તે સિદ્ધિ હાંસલ કરે છે. ત્યારે આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક દિવ્યાંગ ખેલાડીએ ગીનીસ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે.
એક વિકલાંગ અમેરિકન ખેલાડી(Disabled American player)એ પોતાના હાથનો ઉપયોગ કરીને સૌથી ઝડપી 20 મીટર દોડનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો છે. 23 વર્ષના ઝીઓન ક્લાર્કે(Zion Clark) 4.78 સેકન્ડમાં 20 મીટર દોડીને નવો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ(Guinness World Records) બનાવ્યો છે. અગાઉ, ક્લાર્કે માત્ર પ્રેરક વક્તા તરીકે જ કામ નહોતું કર્યું, પરંતુ તેમણે એક લેખક તરીકે પણ લોકોને પ્રેરણા આપી છે.
આ વ્યક્તિ બાળપણથી જ વિકલાંગ છે:
હવે આ નવી સિદ્ધિ સાથે તેણે હોલ ઓફ ફેમમાં પ્રવેશ કર્યો છે. યુએસ નેશનલ લાઇબ્રેરી ઓફ મેડિસિન(US National Library of Medicine) અનુસાર, પગ વગર જન્મેલા ક્લાર્ક કોડલ રિગ્રેસન સિન્ડ્રોમ(Codal regression syndrome)થી પીડાય છે. નાનપણથી જ તેની અપંગતાએ તેને ક્યારેય પાછળ છોડ્યો નહીં. જિઓન ક્લાર્ક તેના હાઇ સ્કૂલના દિવસોમાં કુસ્તીબાજ પણ હતો.
ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં જમાવ્યું સ્થાન:
ક્લાર્ક હવે ઓહિયોના મેસિલોનમાં સમાન હાઇસ્કૂલ જીમમાં પાછો ફર્યો અને એક નોંધપાત્ર સિદ્ધિ મેળવી. GWR ની સત્તાવાર વેબસાઈટે જણાવ્યું હતું કે, “ક્લાર્કે 4.78 સેકન્ડના સમયમાં સૌથી ઝડપી હાથથી ચાલવાનો રેકોર્ડ તોડી નાખ્યો હતો. તેણે ફેબ્રુઆરી 2021 માં રેકોર્ડ તોડવાનો પ્રયાસ કર્યો. આ અઠવાડિયે વૈશ્વિક સંસ્થા દ્વારા તેમને સત્તાવાર રીતે માન્યતા આપવામાં આવી હતી.
ઇન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કરીને આ વાત લખી:
ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કરતાં ક્લાર્કે લખ્યું, ‘ગિનીસ વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર બનવાની કેટલી સરસ લાગણી છે. જીવનમાં મારું લક્ષ્ય બાળકોને જીવનમાં બનવા માટે પ્રેરિત કરવાનું છે, તમે જે ન કરી શકો તે કોઈને ન કહો. તેમણે વધુમાં કહ્યું કે, ‘હું વિકલાંગ બાળકો અથવા વિકલાંગોને સંદેશ આપવા માંગુ છું કે જો તમારામાં નિશ્ચય હોય તો તમે કોઈપણ લક્ષ્ય પ્રાપ્ત કરી શકો છો.’
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.