બાળકોનો જન્મ સામાન્ય રીતે નવ મહિના બાદ થતો જોવા મળે છે. જો નવ મહિના પહેલા બાળકનો જન્મ થાય તો અનેક પ્રકારની મુશ્કેલીઓ ઉત્પન્ન થાય છે. આવા કેસમાં બાળકોનું જીવિત રહેવું પણ મુશ્કેલ હોય છે. હાલમાં આવી જ એક ઘટના પ્રકાશમાં આવી છે. એક મહિલાએ બે જુડવા બાળકોને જન્મ આપ્યો છે, જેમાં બાળકોનું બચવું ખૂબ જ મુશ્કેલ છે.
બાળકોનું વજન 330 ગ્રામ અને 420 ગ્રામ છે, જ્યારે બાળકના કદની વાત કરીએ તો માત્ર હથેળી જેવડું જ બાળકનું કદ છે. ગર્ભાવસ્થાના માત્ર ચાર મહિના બાદ જન્મેલા બાળકો જીવત રહેશે કે નહીં તે અંગે કહેવું હાલ ખૂબ જ મુશ્કેલ છે. ડોક્ટર સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે, આ બાળકોની જીવવાની શક્યતા 0% છે.
જ્યારે પરિવાર અને સગા સંબંધીઓ પણ બાળકને બચવાની આશા છોડી દીધી છે. આ સમગ્ર ઘટનામાં મહત્વની વાત એ છે કે, આમ છતાંય માતા પિતાએ હિંમત હારી નથી અને બાળકોને બચાવવા માટે શક્ય તેટલા પ્રયત્નો કરી રહ્યા છે. આજે બાળકો સુરક્ષિત છે માતા પિતાએ પુત્રી અને પુત્ર નું નામ અદિયા અને એડ્રિયલ રાખ્યું છે.
આ સાથે હાલ આ બંને બાળકોએ પોતાનો પહેલા જન્મદિવસની ઉજવણી કરી હતી. તેની જ સાથે બંને બાળકોનું નામ દિનેશ બુકમાં નોંધવામાં આવ્યું છે. વિશ્વના સૌથી પૂપ્રિ-મેચ્યોર જોડિયા બાળક તરીકે અદિયા અને એડ્રિયલનું નામ નોધવામાં આવ્યું છે.
યોગ્ય સમયની પહેલા જન્મેલા આ બંને જોડવા બાળકોની ચર્ચા હાલ આખી દુનિયામાં થઈ રહી છે. કેનેડામાં રહેતી એક મહિલાને પ્રેગનેન્સીના 22 અઠવાડિયા બાદ લેબર પેઈન શરૂ થયું હતું, સામાન્ય રીતે પ્રેગનેન્સીના 40 થી 42 અઠવાડિયા હોય છે.
જ્યારે આ મહિલાને હોસ્પિટલમાં લઈ જવામાં આવી ત્યારે ડોક્ટરે જણાવ્યું કે, બંને બાળકોમાંથી કોઈ એક બાળકોનું જીવવું મુશ્કેલ છે. ડોક્ટરે કહ્યું કે, બાળકોના શરીરના અંગોનો હજુ સુધી વિકાસ થયો નથી. તેથી તેઓ બાળકોને બીજી હોસ્પિટલમાં લઈ ગયા હતા ત્યારે બીજા ડોક્ટરે પર આ જ વાત કહી હતી.
માતા-પિતા એક બાદ એક એવી રીતે અનેક હોસ્પિટલોમાં ગયા હતા. પરંતુ અનેક હોસ્પિટલે બાળકોને બચાવવા માટે હાથ ઉંચા કરી લીધા હતા. પરંતુ ટોરેન્ટોની એક હોસ્પિટલે બંને બાળકોને બચાવવાનો પ્રયત્ન કરવા માટે સહમત થયા હતા.
આ બંને બાળકોને હોસ્પિટલમાં લાંબા સમય સુધી રહેવું પડ્યું હતું. હોસ્પિટલમાં બાળકોની આંખોને શરૂઆતમાં ઢાંકીને રાખવામાં આવી હતી, કારણ કે બાળકનો યોગ્ય રીતે વિકાસ થયો ન હતો. ડોક્ટરનું કહેવું છે કે યોગ્ય વિકાસ થયો ન હોવાથી હોસ્પિટલની લાઇટોથી બાળકની આંખો ખરાબ અસર થાય તેવી શક્યતા હતી. આ ઉપરાંત બાળકોના અનેક નાજુક અંગોને પ્લાસ્ટિક વડે લપેટીને રાખવામાં આવ્યા હતા.
જેથી બાળકોને માતા ના ગર્ભ જેવી જ સુરક્ષા મળે. જ્યારે આ જોડીયા બાળકોના પિતા કેવિન નાદરરાજા સાથે વાત કરવામાં આવી ત્યારે તેની જણાવ્યું કે, જ્યાં સુધી બાળકો એક વર્ષના ન થયા ત્યાં સુધીમાં અનેક વખત એવું લાગી રહ્યું હતું કે, આ બે બાળકોનો જીવવું મુશ્કેલ છે પરંતુ ઘણી વખત તેમના જેવું બચાવી લેવામાં આવ્યા છે.
વધુ વાત કરતા કેવિનએ કહ્યું કે, આ બંને ભાઈ બહેન ગંભીર રીતે બીમાર થયા બાદ મોતને હાથ તાળી આપીને પરત ફર્યા હતા અને ધીરે ધીરે બંને સાજા થઈ ગયા હતા. બંનેનો વિકાસ પણ સામાન્ય બાળકોની જેમ જ થઈ રહ્યો હતો. નોર્મલ બાળકોની જેમ જ બંનેએ માતાનું દૂધ પીવાનું શરૂ કર્યું હતું. ત્યારબાદ બંને બાળકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી અને ઘરે મોકલવામાં આવ્યા હતા.
આદિયા અને એડ્રિયલને હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ અને એક વર્ષ પૂર્ણ થયા બાદ આજે પણ બંને ડોક્ટરની દેખરેખ માં છે. આ બંનેની ડોક્ટર દ્વારા ખૂબ જ નજીકની દેખરેખ રાખવામાં આવી રહી છે. બંનેને નિયમિતપણે તપાસવામાં પણ આવે છે. ડોક્ટર સાથેવાત કરતા તેમણે જણાવ્યું કે, એડીયલ ને શ્વાસની ઘણી સમસ્યાઓ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.