દુનિયાના સૌથી ખતરનાક રોડ માંથી એક ગલ્હાર-સંસારી માર્ગનું કામ સીમા રોડ સંગઠનએ પૂરું કરી લીધું છે. તેને ભારતની મોટી સફળતા માનવામાં આવી રહી છે કારણ કે જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જિલ્લાથી હિમાચલ પ્રદેશ હવે સીધી રીતે જોડાઈ ગયું છે.
સરકારી અધિકારીઓ અનુસાર વિસ્તારના એક ક્ષેત્રમા અલગ અલગ ગામને સંપર્ક માર્ગ આપવા માટે જનરલ રિઝર્વ એન્જિનિયરિંગ ફોર્સની 118 રોડ નિર્માણ કંપની દ્વારા આ નવો બાયપાસ રોડ બનાવવામાં આવ્યો છે. આ રોડ દ્વારા તમામ પ્રકારના વાહનો માટે એક વર્ષ સુધી આવ-જા સુનિશ્ચિત કરવામાં આવી છે.
એક આધિકારિક પ્રવક્તાએ રવિવારના રોજ કહ્યું કે જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જિલ્લાને હિમાચલ પ્રદેશ સાથે જોડનારા આ માર્ગનું કામ સીમા સડક સંગઠનન એ પૂર્ણ કરી લીધું છે.
જીઆરઈએફના વખાણ કરતા કિશ્તવાડ જિલ્લા વિકાસ અધિકારી રાજેન્દ્ર સિંહે કહ્યું કે રોડનું કામ પૂર્ણ થવાને કારણે પહાડી જિલ્લાઓના વિકાસ સાથે સ્થાનિક લોકોને રોજગાર મળશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news