PM Modi will inaugurate Surat Diamond Burse: સુરતમાં ટૂંક જ સમયમાં ડાયમંડ બુર્સ શરુ થવા જઈ રહ્યું છે.ત્યારે એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે.કે તેના ઉદઘાટનની તારીખ ફાઇનલ થઇ ગઇ છે.જે ડાયમંડ બુર્સ સહકારી ધોરણે રૂ.3400 કરોડના અંદાજિત ખર્ચે સુરતના ખજોદ ખાતે તૈયાર થયેલા અને વિશ્વના સૌથી મોટા હીરા બજાર તરીકે ખ્યાતિ પામી રહ્યું છે. હીરા બુર્સના ચેરમેન કિરણ જેમ્સના માલિક વલ્લભભાઇ એસ. લાખાણીએ જણાવ્યું છે કે,તારીખ 2 ઓગસ્ટ(PM Modi will inaugurate Surat Diamond Burse) નવસારીના સાંસદ અને ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના પ્રયાસોથી હીરા બુર્સનું ડેલિગેશન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રૂબરું મળ્યું હતું.
ત્યારે તેમને તારીખ 17 અને 24 ડિસેમ્બર એમ બે પૈકી એક તારીખ ઉદઘાટન માટે નિશ્ચિત કરવાની હતી. એ પછી હીરા બુર્સની મળેલી કમિટી મિટીંગમાં નક્કી થયા મુજબ તા.17મી ડિસેમ્બર 2023ના રોજ સુરત હીરા બુર્સનું ઉદઘાટન ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાથે કરવામાં આવશે.
તારીખ 17 ડિસેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાથે ખૂલ્લું મૂકાશે વિશ્વનું સૌથી મોટું હીરા બજાર.અને દેશ વિદેશથી દિગ્ગજ હીરા ઉદ્યોગપતિઓ, કંપનીઓના CEO સહિત ઘણા મહાનુભાવો સુરત આવશે.અને સુરત હીરા બુર્સ મેનેજમેન્ટ કમિટીએ ભવ્યાતિભવ્ય ઉદઘાટનની તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે.
વલ્લભભાઇ લાખાણીએ વધુમાં જણાવ્યું છે કે ઉદઘાટન સમારોહ ભવ્યાતિભવ્ય રીતે ઉજવામાં આવશે. આ પ્રસંગે દેશ દુનિયાના દિગ્ગજ હીરા ઉદ્યોગપતિઓ, ખાસ વ્યક્તિઓને આમંત્રિત કરીને સુરત હીરા બુર્સના ઉદઘાટન સમારોહમાં સહભાગી કરવામાં આવી રહ્યા છે. ઉદઘાટન સમયે 4200 પૈકી વધુમાં વધુ ઓફિસો કાર્યરત થઇ જાય એ માટે હાલ ઘણા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
હીરા બુર્સમાં હીરા ઉદ્યોગપતિઓને જરૂરી તમામ સેવા સુવિધાઓ જેવી કે વેલ્યુશન, વજન, સર્ટિફિકેશન, બોઇલિંગ સહિતની સુવિધાઓ પણ હીરા બુર્સમાં જ ઉપલબ્ધ કરવામાં આવી છે. તે ઉપરાંત હીરા બુર્સમાં જ સ્ટેશનરી, હીરા ઉદ્યોગને લગતા ટુલ્સ એન્ડ ઇક્વીપમેન્ટ્સ, ઓફિસ સ્ટેશનરી જેવી વગેરે સુવિધાઓ પણ ઉદઘાટન પહેલા હીરા બુર્સમાં કાર્યરત કરી દેવામાં આવશે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube