આ દુનિયામાં બધા જ લોકો જાણતા હશે કે, હીરો (diamond) કેટલો કિંમતી છે. પરંતુ જો હીરો પૃથ્વીની બહારથી આવ્યો હોય તો તેની કિંમત કેટલી હશે? તેનો અંદાજ લગાવવો ખુબ જ મુશ્કેલ બની જાય છે. મળતી માહિતી અનુસર સોમવારે, પ્રથમ વખત, વિશ્વના સૌથી મોટા હીરાને (The largest diamond) જાહેર પ્રદર્શનમાં મૂકવામાં આવ્યો હતો. જાણવા મળ્યું છે કે, છેલ્લા 20 વર્ષથી આ હીરો તેના માલિક પાસે હતો અને તેના માલિકનું નામ હજુ સુધી કોઈને પણ ખબર નથી.
એક રીપોર્ટ અનુસાર, ધ એનિગ્મા એક દુર્લભ બ્લેક ડાયમંડ અથવા કાર્બોનાડો છે. તેને આખી દુનિયા જોઈ શકે તે માટે દુબઈમાં રાખવામાં આવ્યો હતો. ઓક્શન હાઉસની જ્વેલરી સ્પેશિયાલિસ્ટ સોફી સ્ટીવન્સ કહે છે કે, હીરા વિશે એક સામાન્ય માન્યતા છે કે, તે પૃથ્વી પરથી નહીં પણ પૃથ્વીની બહારથી પૃથ્વી પર આવ્યો છે.
એવું જાણવા મળ્યું છે કે, 2.6 અબજ વર્ષ પહેલા એક એસ્ટરોઇડ પૃથ્વી સાથે ટકરાયો હતો, તેના કારણે તે કાળો હીરો બની ગયો હતો. સોથેબીના નિવેદન મુજબ, ‘આ કદના કુદરતી કાળા હીરાની શોધ કરવી દુર્લભ છે અને તે ક્યાંથી આવ્યો તે એક રહસ્ય છે.
આ પ્રકારના કાળા હીરાને કોતરવો સરળ નથી પરંતુ નિષ્ણાતોએ તેને 55 ફેસ જ્વૈલમાં બદલી નાખ્યો છે. મધ્ય પૂર્વના ‘હમસા’થી પ્રેરિત થઈને આ કાળા હીરાને આકાર આપવામાં આવ્યો છે. આ એનિગ્માનું નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ નોંધાયેલું છે અને તે અત્યાર સુધીનો સૌથી મોટો કટ હીરો છે. દુબઈથી આ હીરાને લોસ એન્જલસ અને ત્યારબાદ તેને ત્યાંથી લંડન લઈ જવામાં આવશે.
આ કાળા હીરાની ઓનલાઈન હરાજી 3 ફેબ્રુઆરીથી સતત સાત દિવસ સુધી ચાલુ રહેશે. કંપનીને આશા છે કે આ હીરાની કિંમત $6 મિલિયનથી (44,99,83,200 રૂપિયા) વધુ થઈ શકે છે. કંપની ક્રિપ્ટોમાં પેમેન્ટ લેવાનું પણ વિચારી રહી છે તેવું જાણવા મળ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.