ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે એવી જાહેરાત કરી હતી કે વિશ્વની સૌથી ઊંચી ભગવાન રામની પ્રતિમા સરયૂ નદી તટે સ્થપવામાં આવશે. આ પ્રતિમા 200થી 250 મીટર ઊંચી હશે આ માટે 100 હેક્ટર જમીન ફાળવવામાં આવશે.
યોગીએ કહ્યું કે સોમવારે મારી હાજરીમા્ં એક ખાસ બેઠક યોજવામાં આવી હતી. આ પ્રતિમા બનાવવા માટે ગુજરાત રાજ્ય સરકારના નિષ્ણાતોની મદદ લેવામાં આવશે જેમણે સરદાર વલ્લભાઇની પ્રતિમા તૈયાર કરી હતી.
સોમવારની બેઠકમાં ઉત્તર પ્રદેશના ડેપ્યુટી મુખ્ય પ્રધાન ડૉક્ટર દિનેશ શર્મા, ડેપ્યુટી મુખ્ય પ્રધાન કેશવ પ્રસાદ વર્મા, કેબિનેટ કક્ષાના પ્રધાન સુરેશ ખન્ના, સતીશ મહાના, રાજ્યના મુખ્ય સચિવ અનુપચંદ્ર પાંડે, અપર મુખ્યસચિવ અવનીશ અવસ્થી અને અન્ય અધિકારીઓ પણ હાજર હતા.
100 હેક્ટરમાં ભગવાન રામની પ્રતિમા ઉપરાંત એક મ્યુઝિયમ, ફૂડ પ્લાઝા, લાયબ્રેરી, પાર્કિંગ ઝોન અને પર્યટકો માટે અન્ય સુવિધાઓ ઊભી કરાશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.