Two world records in Ankleshwar: અંકલેશ્વર શ્રી સરદાર પટેલ સેવા સમાજ દ્વારા શ્રી કૃષ્ણ ભગવાનના 5552 માં જન્મ દિવસ જન્માષ્ટમી નિમિત્તે 9 શોભાયાત્રા સહિત 2 વર્લ્ડ રેકોર્ડ પટેલ સમાજના નામે નોંધાયા હતા.પહેલો વર્લ્ડ રેકોર્ડ વિશ્વનો સૌથી મોટો કૃષ્ણ ઝુલાનો જ્યારે બીજો વર્લ્ડ રેકોર્ડ 451બાળકો ઝૂલામાં ઝુલાવવામાં આવ્યા હોવાનો નોંધાયો હતો. વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયા જીનિયસ ફાઉન્ડેશન સંસ્થા દ્વારા આ વર્લ્ડ રેકોર્ડ(Two world records in Ankleshwar) નોંધીને સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યો હતો.
ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ અંકલેશ્વરનો વિશ્વ કક્ષાએ અંકિત થયો છે. જન્માષ્ટમી પર્વ નિમિતે શ્રી સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા ઝૂલાનું સર્જન કરવામાં આવ્યું હતું. સવાયા માપ સાથે નિર્માણ પામેલા આ ઝૂલાએ પ્રથમ વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે નોંધાવ્યો હતો. સવારે સમાજની વાડી ખાતે આ ભવ્ય ઝૂલાને વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયા અને જીનિયસ ફાઉન્ડેશન સંસ્થા પ્રતિનિધિઓની હાજરીમાં આયોજન મંડળના સાંસ્કૃતિક કમિટીના ચેરમેન અતુલ પટેલ, કો ચેરમેન સુરેશ દેવાણી ,મુકેશભાઈ લુખી, રશ્મિન ભાઈ પટોળીયા અને મુકેશભાઈ ચોવટીયા તેમજ સંસ્થાના સભ્યોના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. જેમાં વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયા એન્ડ જીનિયસ ફાઉન્ડેશન સંસ્થા પ્રમુખ પાવન સોલંકીના હસ્તે શ્રી સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા.
ઝૂલો ખુલ્લો મૂકી વર્લ્ડ રેકોર્ડ સર્જ્યા બાદ સંસ્થા દ્વારા સરદાર પટેલ સમાજની વાડી ખાતેથી ઐતિહાસિક શોભાયાત્રા(Two world records in Ankleshwar) કાઢવામાં આવી હતી. જેમાં અંકલેશ્વર ખાતે કાર્યરત 71 થી વધુ સંસ્થાના પ્રતિનિધિઓ તેમજ ડી.વાય.એસ. પી. ચિરાગ દેસાઈ. આઈ.પી.એસ. લોકેશ યાદવ સહીત અગ્રણીઓ ધ્વજ ફરકાવી શોભાયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. શોભાયાત્રા માં 41 જેટલા રથમાં ભગવાન શ્રીકૃષ્ણની ઝાંખીના દર્શન થયા હતા. રાત્રીના સંસ્થા દ્વારા સમાજની વાડી ખાતે બીજો વર્લ્ડ રેકોર્ડ 90 મિનિટમાં 451 બાળ કાનુડા તબક્કાવાર ઝૂલે ઝુલાવવામાં આવ્યા હતા.દરેક કાનુડાને વર્લ્ડ રેકોર્ડની સર્ટીફીકેટ ,ભારતીય ચોકલેટ અને સંસ્કૃતિ ઉજાગર થાય તેમજ વાતાવરણ શુદ્ધ કરવા પ્રેરણા આપવાના પ્રયાસ કર્યો હતો.આ વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયા એન્ડ જીનિયસ ફાઉન્ડેશન સંસ્થા દ્વારા શ્રી સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ પ્રમુખ હસમુખ દુધાતને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યું હતી.
સમાજની કારોબારી ,સાંસ્કૃતિક કમિટીએ સંયુક્ત રીતે સમાજભાવથી શોભાયાત્રા, વર્લ્ડ રેકોર્ડ ઝુલો અને ઘર ઘર કાના 451 કાના ઝુલાવવાની જે કામગીરી કરી હતી જેથી વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયા એન્ડ જીનીયસ ફાઉન્ડેશનને નોંધ લઇ વર્લ્ડ રેકોર્ડ નોંધ્યા છે .જેથી મેડલ સર્ટિફિકેશન આપ્યું હતું જે ગૌરવપૂર્ણ છે. શોભાયાત્રા પણ ભવ્યાતિભવ્ય રહી હતી. દરેક સમાજ, સંસ્થા અને ગ્રુપોનો ખૂબ સહકાર મળ્યો છે.
શ્રી સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ અંક્લેશ્વર સમાજે મને સાંસ્કૃતિક કમિટીના ચેરમેનની જવાબદારી આપી ત્યારે મારી પ્રાથમિકતા સમાજને ઊંચા શિખરો પર લઈ જવાની હતી. આથી 9 મી જન્માષ્ટમી શોાયાત્રાના ઉત્સવમાં વિશ્વનો સૌથી મોટો શ્રીકૃષ્ણ ભગવાનનો ઝુલો અને તેમાં 451 કાનુડા ઝુલાવવાનું નક્કી કરી તેના પર કામગીરી કરી સમાજના નામે બે વર્લ્ડ રેકોર્ડ વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયામાં સ્થાપિત કર્યા . તેમજ આઈકોનિક શોભાયાત્રા,2 વર્લ્ડ રેકોર્ડ કરવામાં સમગ્ર ટીમવર્ક , માઇક્રોપ્લાનિંગ અને પુરુષાર્થ થકી આ સફળતા મળી છે .જેમાં સમાજ સંસ્થા અને દરેક ગ્રુપનો સહકાર ખૂબ સાપડ્યો હતો .આ મારી ટીમના સંગઠનની સફળતા હતી.
શ્રી સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ ધ્વારા અમારી સંસ્થાને 30 દિવસ પહેલા રજી્ટ્રેશન કરાવી જન્માષ્ટમીમાં વિશ્વનો સૌથી મોટો ઝૂલો બનાવ્યો હતો તેમાં સંકલન સાંસ્કૃતિક કમિટીએ કર્યું હતું.આજે અમારી ટીમ સાથે નિરીક્ષણ કરી 20.02 ફૂટની લંબાઈ,15.02 ફૂટની ઊંચાઈ અને તેમાં 18.02 નો ઝૂલો હોય જેથી વર્લ્ડમાં સૌથી મોટો ઝૂલો હોવાથી વર્લ્ડ રેકોર્ડ ઓફ ઈન્ડીયા એન્ડ જીનીયસ ફાઉન્ડેશન દ્વારા નોંધણી કરી મેડલ અને સર્ટીફીકેટ આપ્યું હતું.ત્યારબાદ આ ઝૂલાને શોભાયાત્રામાં દર્શન માટે ફેરવવામાં આવ્યો હતો .જ્યારે રાત્રે આ વિશ્વના સૌથી મોટા શ્રી કૃષ્ણ ઝૂલામાં 451 કાનુડા માત્ર 90 મિનીટમાં ઝુલાવી બીજો વર્લ્ડ રેકોર્ડ કરતા શિલ્ડ અને વર્લ્ડ રેકોર્ડનું સર્ટીફીકેટ આપી નોંધણી કરવામાં આવી હતી .
વર્લ્ડ રેકોર્ડ ઝુલામાં 900 કિલો લોખંડ, 25 વ્યક્તિ ઝુલી શકે અને 2000 કિલો સુધીની વજનની ક્ષમતા સાથે ઝીરો બેલેન્સમાં તૈયાર કરી 20.02 ફૂટ લંબાઈ ,15.02 ઊંચાઈ અને 7.50 ફૂટ પહોળાઈ જેમાં 18.02 ફૂટની બેઠકની પાટ આખા ઝુલામાં સવાયું માપ રાખ્યું હતું. આ ઝુલો બનાવવા 500 કલાકમાં 25 કારીગર અને ત્રણ ભરૂચ, સુરત અને નર્મદા જિલ્લામાં અલગ અલગ સ્થળે કામગીરી થઈ હતી. ઝુલામાં 4D વાસુદેવ કાનાને ટોપલામાં લઈ યમુના નદી પાર કરતા હોય તે છબી ચારેય બાજુથી દર્શન થાય તેવી બનાવી હતી . ઝુલાને શોભાયાત્રામાં ફેરવવા માટે 13 ફૂટની ઊંચાઈ જમીન લેવલથી ટ્રેલર સાથે જ્યારે જમીન પર મુકાય ત્યારે 15.02 ફૂટની ઊંચાઈમાં તૈયાર કર્યો છે .જેમાં આખું પરિવાર કામે લાગ્યું હતું. આ ઝુલામાં બે વર્લ્ડ રેકોર્ડ મળ્યા છે જેનું મને ગૌરવ છે આ કાર્ય માટે અતુલભાઇ પટેલે મને પસંદ કર્યો હતો.
શ્રી સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા આયોજિત 9 મી જન્માષ્ટમી શોભાયાત્રામાં કુલ 71 સંસ્થા ,સમાજ અને ગ્રુપોએ 41 રથ જેમાં કૃષ્ણ ભગવાનની ઝાંખી તેમજ ભારતીય સનાતન ધર્મ સંસ્કૃતિને ઉજાગર કરી હતી. 31 જેટલી વિવિધ ગ્રુપો, સમાજ અને સંસ્થા દ્વારા રૂટમાં અલગ અલગ સ્થળે ચા,પાણી,સરબત,ફરાળી ચેવડો અને શીરાનું સેવાકાર્ય કર્યું હતું. અંકલેશ્વરના ઇતિહાસમાં સૌથી વધુ 25 હજાર ભક્તજનો જોડાયા હતા. દરેકના મુખે એક જ હતું જન્માષ્ટમી રથયાત્રા ઐતિહાસિક થઈ હતી.
ઘર ઘર કાન્હાના રૂપમાં સાંસ્કૃતિક પરંપરા મુજબ તુલસીજીનું પૂજન થાય અને બાળક જાતે તુલસીના રોપને વાવી તેમાંથી પ્રેરણા મળે અને કૃષ્ણના પત્ની તુલસીનું મહત્વ સમજે તેમજ વાતાવરણ શુદ્ધ કરવા 451 કાનાને ભારતીય બનાવટની ચોકલેટ અને વર્લ્ડ રેકોર્ડની સર્ટિફિકેટ અને તુલસીનો છોડ આપવામાં આવ્યો હતો.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube