મશરૂમ પ્રોટીન તથા ફાઈબરનો સૌથી સારો સ્ત્રોત માનવામાં આવે છે. એના એન્ટી ઓક્સીડેન્ટ ગુણને લીધે જ એને સુપરફૂડની શ્રેણીમાં રાખવામાં આવ્યા છે. આ એક પ્રકારનો ફૂગ છે કે, જે વરસાદનાં દિવસોમાં સડી-ગળી કાર્બનિક પદાર્થ પર પોતાની જાતે જ ઉગી જાય છે.
જો કે એ પણ સાચું છે કે, તમામ પ્રકારના મશરૂમ ખાવામાં આવતાં નથી. અમુક મશરૂમ ઝેરીલા પણ હોય છે. સંશોધન કર્તાઓએ એક એવાં ભયંકર તેમજ ઝેરીલા મશરૂમની પ્રજાતિની ભાળ મેળવી છે. જેને ખાવાની તો દૂરની વાત પરંતુ ફક્ત સ્પર્શ કરવાથી બીમાર થઈ શકે છે.
ફૂગ સમજીને ચામાં ભેળવીને પી લીધી :
લાલ રંગનું આ ઝેરી ફૂગ ઓસ્ટ્રેલિયામાં મળી આવે છે. જો કે, આની પહેલા જાણકારોનું જણાવવું હતુ કે, આ ફૂગ જાપાન તથા કોરિયા જેવા એશિયાઈ દેશમાં જ જોવાં મળે છે. આ ફૂગ ઓસ્ટ્રેલિયામાં આવેલ ક્વીંસલેન્ડમાં પણ મળી આવે છે.
મળેલ જાણકારી મુજબ, આ ઝેરી ફૂગને લીધે જાપાન તથા દક્ષિણ કોરિયામાં કેટલાંક લોકોનાં મોત થઈ ગયા હતાં. લોકોએ આ પારંપરિક ચિકિત્સામાં વાપરવામાં આવતી ખાદ્ય ફૂગ સમજીને ચામાં મીક્સ કરીને પી લીધી હતી. ત્યારબાદ તેનું પણ મોત નીપજ્યું હતું.
મગજને પણ ખુબ નુકસાણ પહોંચાડે છે :
વૈજ્ઞાનિકોના મત અનુસાર, આ ફૂગ એટલું ઝેરી છે કે, એને ખાધા પછી ઓર્હન નિષ્ફળ થવાં લાગે છે. માનવીનાં અંગ કાર્ય કરવાનું બંધ કરે છે તેમજ મગજને પણ ઘણું નુકસાન થાય છે. આટલું જ નહીં પણ ફૂગનો સ્પર્શ કરવાંથી શરીરમાં સોજો આવી જાય છે.
જેમ્સ કૂક યુનિવર્સિટીના સંશોધનકારોનાં જણાવ્યા મુજબ, આ એકમાત્ર એવી ફૂગ છે કે, જેનું ઝેર સ્કીન દ્વારા ગ્રહણ કરી શકે છે. પોડોસ્ટ્રોમા કોર્નુ-ડેમ નામની આ ઝેરી ફૂગની શોધ પહેલી વાર વર્ષ 1895 માં ચીનમાં થઈ હતી. ઈંડોનેશિયા તથા ન્યૂ પાપુઆ ગિનીમાં પણ આ ફૂગ જોવા મળી છે.
ઝેરી ફૂગની જાણ થઈ શકી ન હતી :
ડૉક્ટર બેરેટે જણાવતાં કહ્યું છે કે, ઓસ્ટ્રેલિયામાં મશરૂમને વધુ પસંદ કરવામાં આવતુ નથી. આ જ કારણ રહેલું છે કે, અત્યાર સુધીમાં આ ઝેરી ફૂગની જાણ થઈ શકી ન હતી. એક રીપોર્ટ મુજબ છેલ્લા 6 માસમાં ઓસ્ટ્રેલિયામાં કુલ 20થી વધારે એવી ફૂગની પ્રજાતીની ઓળખાણ કરવામાં આવે છે, જે અનદેખી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle