વિશ્વના સૌથી અમીર સુલતાનમાંથી એક હસનલ બોલ્કિયા (Hassanal Bolkiah) પણ છે. જે હાલમાં બ્રુનેઈ (બોર્નિયો ટાપુ પરનો એક નાનો દેશ) ના વર્તમાન સુલતાન અને વડા પ્રધાન છે. આ સુલતાન પાસે 7 હજારથી વધુ લક્ઝુરિયસ કાર (Luxurious car) છે. મળતી માહિતી અનુસાર, તે કારોની કિંમત લગભગ 3410 કરોડ (3410 crore) હોવાનું જણાયું છે. આ સિવાય તેમની કુલ સંપત્તિ લગભગ 14,700 કરોડ (14,700 crore) રૂપિયા છે. તેમજ તેમના રાજમહેલમાં પણ સોનું અને હીરા જડેલાલું છે.
હસનલ બોલ્કિયાના મહેલના ગેરેજમાં 7 હજાર કાર પાર્ક કરેલી છે. તેમના પ્રાઈવેટ જેટમાં પણ ગોલ્ડ કોટિંગ છે. વિશ્વમાં આવા ઘણા અમીર લોકો છે. તેવા વ્યક્તિઓ વિષે સાંભળ્યું જ હશે, જેમની પાસે અખૂટ સંપત્તિ છે. એમાનો એક આ સુલતાન પણ છે જેની પાસે લગભગ 7 હજાર કાર છે. હસનલ બોલ્કિયાના કાર કલેક્શનમાં ફરારી, રોલ્સ રોયસ, બેન્ટલી, મર્સિડીઝ સહિત અનેક લક્ઝરી કારોનો સમાવેશ થાય છે. જાણવા મળ્યું છે કે, તેની પાસે એટલી સંપત્તિ છે કે તે સોનાના સિંહાસન પર બેસે છે અને તે જે કાર ચલાવે છે તે પણ સોનાથી મઢેલી છે.
હસનલ બોલ્કિયાની ગણતરી વિશ્વના સૌથી અમીર શાસકોમાં થાય છે. હસનલ બોલ્કિયાએ બ્રુનેઈ પર શાસન કર્યાને 50 વર્ષથી વધુ સમય થઈ ગયો છે. 1980 સુધીમાં, હસનલ વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ હતા. થોડા સમય પહેલા તેણે પોતાના શાસનની 50મી જન્મદિવસની ઉજવણી કરી હતી, જેમાં હજારો લોકો હાજર રહ્યા હતા. એવું કહેવાય છે કે તેમનો પરિવાર છેલ્લા 600 વર્ષથી બ્રુનેઈ પર રાજ કરી રહ્યો છે. જાણવા મળ્યું છે કે, જ્યારે હસનલ 21 વર્ષના હતા ત્યારે તેમને 1967માં જ ગાદી પર બેસાડવામાં આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર હસનલ બોલ્કિયાના કાર કલેક્શનમાં 7 હજાર કારનો સમાવેશ થાય છે. જેમાં 600 થી વધુ રોલ્સ રોયસ, 570 થી વધુ મર્સિડીઝ બેન્ઝ, 450 ફેરારી, 380 થી વધુ બેન્ટલી, 134 કોએનિગ્સ અને પોર્શે જેવા લક્ઝરી વાહનો સહિત અનેક મેકલેરેન F1 કાર છે. તેની પાસે એક સોનાની કાર પણ છે.
એક રિપોર્ટ અનુસાર, હસનલ બોલ્કિયા પાસે લક્ઝરી સુવિધાઓ સાથે અનેક પ્રાઇવેટ જેટ છે, બોઇંગ 747-400, બોઇંગ 767-200 અને એરબસ A340-200. પરંતુ તેનું બોઇંગ 747-400 જેટ સોનાથી મઢેલું છે, જેમાં લિવિંગ રૂમ અને બેડરૂમ સહિતની ઘણી સુવિધાઓ પણ છે.નોંધનીય છે કે, હસનલ બોલકિયા પાસે 14 હજાર 700 કરોડથી વધુની સંપત્તિ છે.
તેમની આવકનો સૌથી મોટો સ્ત્રોત તેલ ભંડાર અને કુદરતી ગેસ છે. તેમના મહેલનું નામ ‘ઈસ્તાના નુરુલ ઈમાન પેલેસ’ (Istana Nurul Iman Palace) છે અને તેની કિંમત 2550 કરોડ હોવાનું જણાયું છે. હસનલ બોલ્કિયા જે મહેલમાં રહે છે તે સોનાનો બનેલો છે, જે 1984માં બનાવવામાં આવ્યો હતો. તે 2 મિલિયન ચોરસ ફૂટ વિસ્તારમાં ફેલાયેલું છે. આ મહેલનો ગુંબજ 22 કેરેટ સોનાથી જડાયેલો છે. આ મહેલમાં 1700 થી વધુ રૂમ, 257 બાથરૂમ અને પાંચ સ્વિમિંગ પૂલ છે. મહેલમાં 110 ગેરેજ અને 200 ઘોડાઓ માટે એર કંડિશનર સાથે સ્ટેબલ છે. તેથી હસનલ બોલકિયા એ સૌથી અમીર શાશકોમાંથી એક છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.