વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટી 110 દિવસથી બંધ, નર્મદા ડેમમાંથી પાણી છોડાતા ડ્રોનથી સ્ટેચ્યૂનો અદભૂત નજારો સર્જાયો હતો.
નર્મદા ડેમમાંથી પાણીનાં પ્રવાહને છોડવામાં આવતા જ વિશ્વની સૌથી ઊંચી 182 મીટરની પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીનો અદભૂત નજારો સર્જાયો હતો.
કોરોના વાઈરસની મહામારીને કારણે નર્મદા જિલ્લાના કેવડિયા સ્થિત સ્ટેચ્યૂ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે છેલ્લા 110 દિવસથી બંધ છે.
સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે હાલમાં માત્ર ત્યાંના કર્મચારીઓ જ જોવા મળે છે.નર્મદા ડેમમાં પાણીની આવક થતાં તમામ પાવર હાઉસ ચાલુ કરીને નર્મદા નદીમાં પાણી છોડવામાં આવ્યું છે.
જેને કારણે સ્ટેચ્યૂ ઓફ યુનિટીની આજુ-બાજુ પાણી ભરાઈ જતાં વિશ્વની સૌથી ઊંચી સરદાર વલ્લભભાઇ પટેલનાં સ્ટેચ્યુનો ડ્રોનથી અદભૂત નજારો જોવા મળ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news