નવરાત્રી શબ્દ સંસ્કૃત ભાષા પરથી આવ્યો છે. જેનો અર્થ થાય છે નવ રાત. છે. આ નવ દિવસ સુધી માં આદ્યશક્તિ જગદંબાના જુદા જુદા સ્વરુપની પૂજા કરવામાં આવે છે. રાત્રી દરમિયાન મોડે સુધી જાગીને માંના ગરબા ગાઈ અને રમીને તહેવારની ઉજવણી કરવામાં આવે છે. વર્ષમાં નવરાત્રીનો તહેવાર કુલ ચાર વખત આવે છે. જેમાં બે નવરાત્રી ગુપ્ત નવરાત્રી તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ એકમાત્ર શારદીય નવરાત્રી જ છે જેની ઉજવણી ખૂબ જ વ્યાપક સ્વરુપે કરવામાં આવે છે.
પાંચમો દિવસઃ સ્કંદમાતા સ્વરુપ
મહાદેવના પુત્ર ભગવાન કાર્તિકેયનું એક નામ સ્કંદ કુમાર છે. અને તેની જ માતા એટલે કે બાળ કાર્તિકેયની માતા પાર્વતિનું આ સ્વરુપ સ્કંદમાતા તરીકે પૂજવામાં આવે છે. દેવી ભાગવતમાં જણાવ્યા પ્રમાણે માતાના આ સ્વરુપની પૂજાથી સંતાન પ્રાપ્તીનો મનોરથ પૂર્ણ થાય છે. તેમજ વંશ આગળ વધે છે. વાંઝિયાપણાનો શ્રાપ દૂર કરવા માટે માતાનું ધ્યાન ધરી તેમની સાધના કરવી જોઈએ.
આ મંત્રના જપ સાથે કરો માં સ્કંદમાતા સ્વરુપને પ્રસન્ન
सिंहासनगता नित्यं पद्माश्रितकरद्वया | शुभदास्तु सदा देवी स्कन्दमाता यशस्विनी ||
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને Whatsapp, Facebook, Twitter, Instagramઅને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.