આ 7 વર્ષની કાંતીનું કાર્ય જોઈને દરેક લોકો કરી રહ્યા છે વાહ વાહ, 26મી જાન્યુઆરીએ મળશે રાષ્ટ્રીય વીરતા પુરષ્કાર

ભારતીય બાળ કલ્યાણ પરિષદ દ્વારા બાળકો દ્વારા કરવામા આવેલા બહુદુરીભર્યા કામને બિરદાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા એક પુરસ્કાર આપવામાં આવે છે, જેને રાષ્ટ્રીય વીરતા પુરષ્કાર તરીકે ઓળખવામાં આવે છે. આ વખતે રાષ્ટ્રીય બાળ વીરતા પુરસ્કાર માટે 18 બાળકોની પસંદગીની કરવામાં આવી છે.આજે 18મી જાન્યુઆરીતો થઈ ગઈ છે. ત્યારે 26મી જાન્યુઆરીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. દિલ્હીમાં હાલ પરેડની જોર-શોરથી તૈયારીઓ ચાલી રહી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ દેશના વીરલાઓને રાષ્ટ્રીય વીરતા પુરષ્કાર આપીને સન્માનિત કરવામાં આવશે.

આ વર્ષે પ્રજાસત્તાક દિવસે રાષ્ટ્રીય વીરતા પુરષ્કાર માટે છત્તીસગઢની રહેવાસી 7 વર્ષની કાંતિની પસંદગી કરવામાં આવી છે. કાંતિ સરગુજા જિલ્લામાં આવેલ મોહનપુર ગામની રહેવાસી છે. આ ગામ જંગલી હાથીઓથી પ્રભાવિત છે. કોઈ પણ સમયે હાથીઓનું ઝૂંડ સ્થાનિકો પર હુમલો કરી દે છે. કાંતિએ પોતાના જીવનો પણ વિચાર ન કરીને તેની 3 વર્ષની બહેનનો જીવ બચાવ્યો હતો.

જંગલી હાથીઓથી મોહનપુર ગામ ત્રાસી ગયું છે

હાલ કાંતિ ચોથા ધોરણમાં ભલે છે. તેણે માત્ર 6 વર્ષની ઉંમરે જંગલી હાથીઓથી પોતાની 3 વર્ષની નાની બહેનનો જીવ બચાવ્યો હતો. કાંતિના ગામમાં છેલ્લા ઘણા સમયથી જંગલી હાથીઓનો ત્રાસ વધી ગયો છે. આ જંગલી હાથીઓએ અત્યાર સુધી ઘણા ગામજનોને મોતને ઘાટ પણ ઉતાર્યા છે. આ ગામમાં જંગલી હાથીઓની સંખ્યા આશરે 150 છે.

બહેનનો જીવ બચાવવા પોતાના જીવની પણ ચિંતા ન કરી

17 જુલાઈ, 2018ના રોજ બનેલી ઘટના આજદિન સુધી ગ્રામીણો ભૂલી શક્યું નથી. તે દિવસે જંગલી હાથીઓનું મોટું ઝૂંડ ગામમાં ઘૂસી ગયું, ગામલોકો પોતાનો જીવ બચાવવા માટે ઘરમાંથી નીકળીને ભાગી રહ્યા હતા. કાંતિનો પરિવારે પણ હાથીઓની જીવ બચાવવા માટે દોટ મૂકી હતી. ઉતાવળમાં આ પરિવાર તેમની નાની 3 વર્ષની દીકરીને સાથે લઈ જવાનું ભૂલી ગયો. કાંતિને જેવી આ વાતની ખબર પડી તેણે એક સમયનો પણ વિચાર કર્યા વિના બહેનને બચાવવા માટે ઘર તરફ ભાગી. જંગલી હાથીઓના ઝૂંડની વચ્ચે જવામાં કોઈની હિંમત ચાલતી નહોતી તે સમયે કાંતિએ પોતાની બહાદુરીથી બહેનનો જીવ બચાવ્યો. કાંતિનું આખું ગામ આજે પણ તેના વખાણ કરતા થાકતું નથી. કલેક્ટરે કાંતિનું સાહસ જોઈને તેનું નામ રાષ્ટ્રીય વીરતા પુરષ્કાર માટે મોકલ્યું હતું.

પીએમ મોદી કાંતિને સન્માનિત કરશે

જંગલી હાથીઓથી 3 વર્ષની બહેનનો જીવ બચાવનારી કાંતિને પ્રજાસત્તાક દિવસના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય વીરતા પુરષ્કાર આપશે. ગયા વર્ષે 26મી જાન્યુઆરીએ છત્તીસગઢના મુખ્યમંત્રી ભુપેશ બઘેલે કાંતિને મેડલ અને 15 હજાર રૂપિયાનું ઈનામ આપ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *