ગુજરાત રાજ્યના રાજકોટ જિલ્લાના ઉપલેટા પાસે આવેલા ઢાંક ગામમાં 5 હજાર વર્ષ કરતા પણ પૌરાણિક સ્વયંભૂ ગણેશ મંદિરની અનોખી પરંપરા છે.જ્યા ભગવાન ગણેશ ટપાલના માધ્યમથી ભક્તોના દુઃખને દૂર કરે છે.અહીંના પૂજારી દ્વારા દરરોજ ભગવાન ગણેશ ને ટપાલ વાંચીને સંભળાવે છે.અહીં દરરોજ ભક્તો દેશ-વિદેશથી 100થી 150 જેટલી ટપાલો અહીં મંદિરે મોકલે છે.
રાજકોટ ના ઉપલેટાથી માત્ર 24 કિલોમીટર દૂર ઢાંક ગામ ખાતે આ 5000 વર્ષ કરતા પણ વધારે જૂની સિદ્ધિવિનાયક ગણપતિ દાદા સ્વયઁભુ પ્રગટ થયેલ છે. જેનો મહિમા કંઈક અલગ જ છે.ગણપતિનું વાહન તરીકે ઉંદર હોય છે. પરંતુ અહીં તેમનું સિંહનું આસન છે. જેની પર ગજાનન ભગવાન ગણેશ બિરાજમાન છે.
આ ગામે આજથી અંદાજિત 25 વર્ષ પહેલા થી અહીં પૂજારી દ્વારા ટપાલ વાંચવામાં આવે છે. વર્ષો જૂની ટપાલ વાંચવાની પરંપરા આજ સુધી જાળવી રાખવામાં આવી છે. દરરોજ ટપાલમાં આવેલ કવરો ખોલી ભક્તોના દુઃખ દર્દ, મનોકામના ગણપતિ બાપાને સંભળાવવામાં આવે છે. અહીં દરોજ 150 જેટલા ટપાલો આવે છે. જેમાં ભક્તોએ તેમના દુઃખ દર્દ લખેલ હોય છે. જે સંભળાવ્યા બાદ ભક્તોની મનોકામના ગણપતિ દાદા દ્વારા પૂર્ણકરવામાં આવે છે.
આ ગામ ખાતે દર વર્ષ ગણેશઉત્સવ ઉજવવામાં આવે છે. અહીં ગણેશ ઉત્સવનો અનેરો મહિમા છે અને અહીં ભક્તો દર્શનાથે આવે છે. જે કોઈ ગણપતિ બાપા ના ભાવિકો દ્વારા ટપાલ લખવામાં આવે છે તેમની મનોકામનાં પૂર્ણ થાય છે. ગુજરાતના ગણપતિ મંદિરોમાં ઢાંક ગામ ખાતે આવેલ ગણપતિનો મહિમા કંઈક અલગ જ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.