લગ્ન જીવનના ચાર મહિના બાદ અચાનક જ અભિનેત્રી યામી ગૌતમે કર્યો ચોંકાવનાર ખુલાસો 

Published on: 5:16 pm, Wed, 6 October 21

બોલીવુડ (Bollywood) ની પ્રખ્યાત (Famous) અભિનેત્રી યામી ગૌતમ (Yami Gautam) ની ગયા મહિને ભૂત પોલીસ (Bhoot police) ફિલ્મ (Film) સૈફ અલી ખાન (Saif Ali Khan) સાથેની રિલીઝ થઇ ચુકી છે કે, જેમાં અર્જુન કપૂર (Arjun Kapoor) તથા જેકલીન ફર્નાન્ડિસ (Jacqueline Fernandez) પણ જોવા મળ્યા હતા.

હાલમાં યામીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને પોતાની બીમારી અંગે જણાવ્યું છે. યામીએ પોતાની પોસ્ટમાં ફોટોશૂટની કેટલીક તસવીરોને શેર કરીને લખ્યું હતું કે,મારી ઇન્સ્ટા ફેમિલિને નમસ્કાર. મેં હાલમાં જ મારી અમુક તસવીરો ક્લિક કરાવી હતી.

જેમાં મારા ત્વચા રોગ કેરાટોસિસ પિલારિસને છુપાવવા માટે મારી કેટલીક તસવીરો પોસ્ટ પ્રોડકશનમાં મોકલવાની હતી કે, જે એક સામાન્ય પદ્ધતિ છે ત્યારે મને વિચાર આવ્યો હતો કે, મારે મારા સ્કિન ડિસીઝનો સ્વીકાર કરવો જોઇએ. જે લોકોએ આવી ત્વચા બીમારી અંગે વિચાર્યું ન હોય તેમને પણ મારે કહેવું જોઇએ.

yami gautam opens up about dealing with keratosis૧ - Trishul News Gujarati bollywood, Entertainment, viral, બોલીવુડ, બોલીવુડ અભિનેત્રી, યામી ગૌતમ

મારી આ બીમારીને સ્વીકારી લેવાની હિંમત કેળવી:
યામીએ વધુમાં જણાવ્યું હતું છે કે, ત્વચાની મારી આ બીમારી મને કિશોરવસ્થાથી જ થઇ હતી. જેનો કોઇ ઇલાજ નથી. લોકોને આની જાણ ન થઇ જાય તેવી કાળજી રાખવામાં આવતી હતી પણ હવે મેં મારા મનના આ ભયને દૂર કરવાનો નિર્ણય લઈ લીધો છે.

આની સાથે જ યામી ગૌતમની આ પોસ્ટને સોશિયલ મીડિયાના કેટલાક યુઝર્સ પોઝિટિવ લઇ રહ્યા છે. યામીને પોતાની બીમારી અંગે જણાવવાની હિંમતને દાદ આપી છે. અનેક સુપરહિટ ફિલ્મોમાં આ અભિનેત્રી કામ કરી ચુકી છે. લાખો ચાહકો આ અભિનેત્રીને રહેલા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

SHARE
Koo bird - Trishul News Gujarati bollywood, Entertainment, viral, બોલીવુડ, બોલીવુડ અભિનેત્રી, યામી ગૌતમ