ગઈકાલે 16 જુલાઈ અને શુક્રવારે બપોરે 4.52 મીનીટે સૂર્ય કર્ક રાશિમાં પ્રવેશ કરશે. સૂર્ય કર્ક સક્રાંતિ સાથે દક્ષિણાયન તરફ સૂર્ય ની ગતિ થશે. સની સૂર્યની સમસપ્તક એસ.ટી.નો પ્રભાવ દેશ-દુનિયા અને દરેક માણસ પર જોવા મળશે તેમ જ્યોતિષાચાર્ય નું કેવું છે.
જ્યોતિષશાસ્ત્ર અનુસાર સૂર્ય નવ ગ્રહોનો રાજા છે. સૂર્ય એ આત્મા,તેજ,ઊર્જા, શક્તિ, આરોગ્ય અને આત્મવિશ્વાસનો કારક ગ્રહ કહેવાય છે. આ ઉપરાંત સૂર્યદેવે જીવન અનેક મહત્વપૂર્ણ વસ્તુઓના પણ કારક છે. માટે સૂર્યને આત્મા પણ કહેવાય છે. સૂર્ય વગર મનુષ્યનું જીવન પણ અંધકારમય છે માટે જ સૂર્યનારાયણ નું વિશેષ મહત્વ છે.
સૂર્યદેવ સિંહ રાશિના સ્વામી છે તે મેષ રાશિમાં ઉચ્ચ હોય છે. તુલા એ સૂર્યની નીચ રાશિ છે. સૂર્ય દરેક મહિને સંક્રાતિ કરે છે. સૂર્ય સંક્રાંતિ નું વિશેષ મહત્વ હોય છે તેનો પ્રભાવ પણ વિશેષ હોય છે. ગ્રહ પરિવર્તન અંગે જાણકારી આપતા જયોતિષાચાર્ય સત્યમ જોશીએ જણાવ્યું કે, શુક્રવારે સૂર્ય કર્ક રાશિમાં પ્રવેશ કરશે અને કર્ક રાશિનો સ્વામી ચંદ્ર છે અને ચંદ્ર નો સ્વભાવ ચંચળ છે અને તે જલ તત્વવાળી રાશિ છે.
ત્યારે સૂર્ય અગ્નિ તત્વ છે, જ્યારે સુર્યા જલતત્વની રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે તે ઠંડો હોય છે, તેનો પ્રભાવ પણ સૌમ્ય થઈ જાય છે પરંતુ હતા જ્યારે પણ વિશેષ પાપ ગ્રહ તેના પર દ્રષ્ટિ કરે કે બેઠા હોય તે તેનો વિશેષ પ્રભાવ પણ આપે છે.
સૂર્ય મહારાજ કર્ક રાશિમાં આવશે ત્યારે શનિ મહારાજ મકર રાશિમાં બેઠા હશે. સૂર્ય શનીની સમસપ્તક દ્રષ્ટિ હોય છે તે જ્યોતિષશાસ્ત્ર મુજબ સારા પ્રભાવ નથી આપતા. સૂર્યના કર્ક રાશિમાં પ્રવેશ સાથે શનિ સૂર્ય દ્રષ્ટિ દોષનો પ્રભાવ દેશ અને દુનિયા સાથે જન માણસ પર જોવા મળે વિશેષ કરી જન માણસની વાત કરીએ તો લોકોમાં ઉગ્રતામાં જોવા મળે. સરકાર પ્રત્યે રાજકીય નેતાઓ અને પક્ષો પ્રત્યે જ માણસને જોવા મળી શકે તેમ તેમનું કહેવું છે. શેર બજારમાં સારા પરિણામો જોવા મળી શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.