બનાસકાંઠા જીલ્લાના નેનેવા બોડર પાસેથી બે આરોપી રૂપિયા 24.60 લાખનું એમ.ડી ડ્રગ્સ મંગાવતા ઝડપાયા હતાં. આ ધટના માં વધુ જાણકારી મેળવતાં જાણવા મળ્યું છે કે, આ યુવકોનું સુરત સાથે કનેક્શન નીકળ્યું છે. જોકે આ બંને રાજસ્થાની યુવકો હાલ સુરતના સરથાણા વિસ્તાર માં રહે છે. ત્યાં જ એક હેરસલુનની દુકાનની બાજુમાં વેલ્ડિંગનું કામ કરતા હતા, તેમજ હેર સલૂનના માલિકે આ ડ્રગ્સ જથ્થો મંગાવ્યો હોવાની આરોપીએ કબુલાત કરી છે. પોલીસે સલુન ના માલિક ની ધરપકડ કરી છે અને આગળ ની કાર્યવાહી હાથ ઘરી છે.
ગુજરાત માં દારૂ અને ડ્રગ્સ ની બંધી હોવાથી પણ મોટા પ્રમાણ માં નશાનો કારોબાર ચાલે છે ત્યારે આ કારોબાર પર ગુજરાત પોલીસે લાલ આંખ કરીને આ નશાનો કારોબાર કરતા આરોપી ને ઝડપી પાડવાની કાર્યવાહી સતત વ કરતાં રહે છે. ત્યારે બે દિવસ પહેલાં બનાસકાંઠા એસઓજીએ બે દિવસ અગાઉ ધાનેરા પોલીસ સ્ટેશનની હદમાંથી રૂ.24.60 લાખની કિંમતના 246 ગ્રામ એમ.ડી.ડ્રગ્સની હેરાફેરી કરતા બે રાજસ્થાની યુવાનોને ઝડપી લીધા હતા.
પોલીસે કરેલી વધુ જાણકારી મુજબ, આ એમ.ડી.ડ્રગ્સ નો જથ્થો રાજસ્થાન થી લાવવામાં આવતો હતો. આને આ બંને યુવકો ડ્રગ્સનો જથ્થો સુરતના સરથાણા યોગીચોક વિસ્તારમાં હેર સલૂન ધરાવતા યુવાનને આપવા આવ્યા હોવાની કબૂલાત પણ કરી હતી. તેમની કબૂલાતને પગલે બનાસકાંઠા એસઓજીની ટીમ સુરત આવી હતી અને સુરત એસઓજીએ તેમની મદદમાં રહી આજરોજ સરથાણા યોગીચોક પૂજન રેસિડન્સીમાં લુકવેર હેર સલૂન ધરાવતા જયદીપ ઉર્ફે જે.પી. રાજેશભાઈ પરમાર જે મૂળ ડુંગરવાળી શેરી, ભટ્ટ ચોક, તળાજા, ભાવનગર છે તેને ડ્રગ્સ મંગાવ્યો હતો. પોલીસે તેને પણ ઝડપી પડ્યો હતો.
આ પકડાયેલો આરોપીની પોલીસે પૂછપરછ કરી હતી. ત્યારે આરોપી એ આ ડ્રગ્સના વાયા રાજસ્થાન મુંબઈથી આવ્યું હોવાની શક્યતાના આધારે એસઓજી વધુ તપાસ કરી રહી છે. જોકે, સુરત પોલીસે આ મામલે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ માટે બનાસકાંઠા પોલીસ ને હવાલે કર્યો છે. ત્યારે આ મામલે સુરત પોલીસે પણ તપાસ શરૂ કરી છે અને આના તાર ક્યાં સુધી લંબાયેલા છે તેની તપાસ કરવામાં આવી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.