પરિણીતાને લગ્નનાં ચાર વર્ષ સુધી સંતાન ન થતાં સાસરિયાંએ તેની પર સતત ત્રાસ ગુજાર્યો હતો. આખરે સાસરિયાંએ સંતાનની માગણી શરૂ કરી દેતાં પરિણીતાએ આપઘાત કરી લીધો હોવાની ઘટનાઓ ચકચાર મચાવી છે. આજના આધુનિક સમયમાં પણ કેટલીય પરિણીતાઓને સાસરિયાઓ ત્રાસ આપતા હોય છે. પણ જયારે સહન શક્તિની હદ પૂરી થઇ જાય એટલે મોતને વ્હાલું કરી લેવામાં આવે છે,
હાલમાં આવી જ એક ઘટના જામનગર જીલ્લાના કાલાવડમાંથી સામે આવી છે, જ્યાં સંતાન ના થતા પરિણીતાને મરી જવા મજબુર કર્યાની ફરિયાદ કાલાવડ ટાઉન પોલીસ મથકમાં નોંધાઈ છે.
વેજાભાઈ ગોવાભાઈ સીંગરખીયાની પુત્રી વર્ષાબેનને તેના લગ્નજીવન દરમ્યાન સંતાન થતુ ન હોય જેથી સાસરિયા પક્ષના મનસુખભાઈ હમીરભાઇ બાબરીયા અને ભાનુબહેન હમીરભાઇ બાબરીયા આ બન્નેએ મરણ જનાર વર્ષાબેનને છેલ્લા આશરે એકાદ વર્ષથી તું વાંજણી છો અને તારે કોઇ સંતાન થતુ નથી તેમ કહી.
મળતી માહિતી અનુસાર, અવાર-નવાર સાસરિયા દ્વારા સંતાનની માગણી કરીને માનસીક શારીરીક દુઃખદ ત્રાસ આપીને મારકૂટ કરતા હતા. જેનાથી કંટાળીને વર્ષાબેને તા.07/04/2021 ના રોજ સવારના સાડા આઠ વાગ્યાથી સાડા 10 વાગ્યા દરમ્યાન ગળેફાંસો ખાઈને આપઘાત કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.
વર્ષાબેને પોતે પોતાની જાતે ઘરે એકલી હતી ત્યારે ઘરે પંખામા ચુદડી વડે ગળે ફાંસો ખાઈ મરણ ગયેલ હોય અને આ મરણ જનાર વર્ષાબેનને તેના પતિ અને સાસુએ શારીરીક અને માનસીક દુ:ખ ત્રાસ આપતા તેઓના દુ:ખ ત્રાસથી કંટાળી જઇ પોતાનું જીવન ટુંકાવવા અને મરણ જવા મજબુર કરી એકબીજાએ મદદગારી કરી હોવાની ફરિયાદ નોંધાઈ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.