ગુજરાત(Gujarat): દેશમાં કોરોના(Corona)ના કેસમાં દિવસેને દિવસે સતત વધારો થઈ રહ્યો છે તો સાથે ઓમિક્રોન(Omicron) પણ પાછી પાની કરવાનું નામ નથી લઈ રહ્યો. દરરોજ રેકોર્ડ બ્રેક કોરોનના કેસો સામે આવી રહ્યા છે. જેને કારણે દેશ વાસીઓની ચિંતામાં વધારો થઈ રહ્યો છે. જો આવી જ રીતે કોરોનાના કેસમાં વધારો થતો રહેશે તો ત્રીજી લહેરને આવતા કોઈ નહિ રોકી શકે. ત્યારે આ વધી રહેલા કોરોનાના સંક્રમણ વચ્ચે નેતાઓ સમજવાનું નામ જ નથી લઇ રહ્યા. મોટા મોટા તાયફાઓ કરીને લોકોના જીવને જોખમમાં મૂકી રહ્યા છે.
વાત કરવામાં આવે તો તે પછી ભાજપ હોય કે કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી. તમામ રાજકીય પાર્ટીઓ મોટા મોટા તાયફાઓ કરીને પોતાનો તો જીવ જોખમમાં મૂકી રહી છે પરંતુ સાથે સાથે આમ જનતાને પણ તેનો શિકારી બનાવી રહી છે. જો આવીને આવી પરસ્થિતિ સર્જાતી રહેશે તો અગામી સમયમાં કોરોના બેકાબુ બને તો તેમાં કોઈ શંકાને સ્થાન નહી.
જો આવી જ રીતે રાજકીય પાર્ટી રાજકીય મેળાવડા કરતા રહેશે તો આગામી સમયમાં આનો ભોગ સામાન્ય જનતાને બનવું પડી શકે છે. સરકારની સુચના અને નિયમોની ઉપરવટ જઈને જે કાર્યક્રમો રાજકીય પાર્ટી દ્વારા કરવામાં આવી રહ્યા છે અત્યંત નિંદનીય છે. જો આવી જ રીતે લોકોને પોતાના રાજકીય મેળાવડામાં એકત્રિત કરતા રહેશે તો કોરોનાના કેસોમાં એક સાથે મોટો ઉછાળો આવી શકે છે.
ભાજપ, કોંગ્રેસ કે આપ તમામ પાર્ટી કોરોનાને ભૂલીને મોટા મોટા કાર્યક્રમો કરી રહી છે. જો આવી જ રીતે કાર્યક્રમો શરુ રહેશે તો આગામી સમયમાં તેનો ભોગ સામાન્ય જનતાને બનવું પડશે. નેતાઓને વારંવાર કહેવા છતાં પણ રાજકીય નેતાઓ સુધરવાનું નામ નથી લઇ રહ્યા. કોરોનાના નિયમો અંગેના બણગા ફૂકતા નેતાઓ જ પોતાના કાર્યક્રમમાં મોટી મોટી ભીડ ભેગી કરી રહ્યા છે.
ત્યારે આ રાજકીય પાર્ટી પર પોલીસ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવે છે કે શું? આ કોરોનાની મહામારી વચ્ચે યોજાઈ રહેલા કાર્યક્રમોમાં પોલીસ કેમ કોઈ કાર્યવાહી નથી કરતી? શું પોલીસ પર સરકારનું દબાણ છે? શું પોલીસ તંત્ર સરકારના ઈશારે કામ કરી રહ્યું છે? જો નહિ તો આ પ્રકારના કાર્યક્રમોને મંજુરી શા માટે આપવામાં આવે છે? અને જો મંજુરી વગર કાર્યક્રમો થઇ રહ્યા છે તો પછી પોલીસ તંત્ર કેમ આંખ આડા કાન કરીને મુક પ્રેક્ષક બનીને બેસી રહ્યું છે?
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.