ઘણાં લોકોને કારની ખરીદી કરવાનું સ્વપ્ન રહેલું હોય છે, પરંતુ અમુક કારણોસર તેમજ આર્થિક તંગીને કારણે આવાં લોકો કારની ખરીદી કરી શકતાં નથી. આવાં લોકોની માટે હાલમાં એક આનંદનાં સમાચાર સામે આવી રહ્યાં છે.કેટલાંક કારનાં શોખીનો દર વર્ષે અથવા તો વર્ષમાં કુલ એકથી વધારે વાર કાર બદલતાં રહેતાં હોય છે.
એવા સમયમાં જૂની કારને વેચવાં પર આપને રિસેલ કિંમત ખુબ ઓછી મળતી હોય છે. જો આપ કારની ખરીદી કર્યાં વગર જ એનો આનંદ લેવાં માંગતા હોય તો આપની માટે એક ખુબ જ સારી એવી ખબર સામે આવી રહી છે. દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકી આપને આ તક આપી રહી છે.
કંપની આની માટે ‘મારુતિ સુઝુકી સબ્સ્ક્રાઈબર્સ’ નામથી એક પ્રોગ્રામની શરૂઆત કરી છે. કંપનીએ શરૂનાં સ્ટેજમાં પાયલટ પ્રોજેક્ટ તરીકે એને પુણે તથા હૈદરાબાદમાં શરૂઆત કરી છે. આની માટે કંપનીએ ‘માઈલ્સ ઓટોમોટિવ ટેકનોલોજી’ સાથે કરાર કર્યો છે.
કંપની દ્વારા આ કરારથી ગ્રાહકોને કેવી રીતે કાર આપવામાં આવશે તથા કેટલાં પૈસા ચૂકવવાનાં રહેશે તેમજ બીજી કઈ-કઈ સુવિધાઓ ગ્રાહકને આપવામાં આવશે, એનાં વિશે જાણો. સબ્સ્ક્રાઈબ પ્રોગ્રામમાં આપ કારની ખરીદી કર્યાં વગર જ એના માલિક બનવાનો આનંદ ઉઠાવી શકો છો.
આપ નવી સ્વિફ્ટ ડિઝાયર, વિટારા બ્રેઝા, અર્ટિગા, બલેનો, સિયાઝ તથા XL6ને કુલ 12 માસ, 18 માસ, 24 માસ, 30 માસ, 36 માસ, 42 માસ તેમજ 48 માસ માટે પણ સબ્સ્ક્રાઈબ કરી શકો છો. આની માટે ગ્રાહકે પુણેમાં સ્વિફ્ટ LXI માટે દર મહિને 17,600 રૂપિયાનો સબ્સ્ક્રિપ્શન ચાર્જ ચૂકવવો પડશે.
જ્યારે હૈદરાબાદમાં આ રકમ કુલ 18,350 રૂપિયા રહેલી છે. એમાં બધાં જ ટેક્સ સામેલ છે તેમજ બીજાં કોઈ ડાઉન પેમેન્ટ પણ નથી. સબ્સ્ક્રિપ્શનનો સમય પૂર્ણ થવાં પર ગ્રાહક બાયબેક વિકલ્પ સુવિધાનો પણ લાભ લઈ શકે છે.આની જાહેરાત કરતાં મારુતિ સુઝુકી ઈન્ડિયાનાં એક્ઝીક્યુટિવ ડાયરેક્ટર શશાંક શ્રીવાસ્તવે જણાવતાં કહ્યું હતું, કે બદલાતાં બિઝનેસ ડાયનેમિક્સમાં કેટલાંક ગ્રાહકો પબ્લિક ટ્રાન્સપોર્રટથી પર્સનલ વ્હીકલમાં બદલવાં ઈચ્છે છે.
તેઓ એવું સમાધાન ઈચ્છે છે, કે જેનાંથી આપના ખિસ્સા પર વધુ ભાર ન રહે. અમને આશા રહેલી છે, કે આ પ્રોગ્રામની સાથે ઘણા લોકો જોડાશે. ખાસ કરીને તો એવાં યુવાઓને આ ખૂબ જ પસંદ આવશે જે માત્ર એક વર્ષમાં કારને બદલવા ઈચ્છે છે.
આ અવસરે માઈલ્સની ફાઉન્ડર તથા CEO સાક્ષી વિજે જણાવતાં કહ્યું, કે મારુતિ સુઝુકી ભારતીય માર્કેટની આગેવાની કરી રહી છે. અમે કંપનીની સાથે ભાગીદારીથી ખુબ જ ઉત્સાહીત છીએ. એમાં ગ્રાહકને શૂન્ય ડાઉન પેમેન્ટ, કમ્પલેટ કાર મેઈન્ટેનન્સ, ઈન્શ્યોરન્સ તથા 24 કલાક રોડ સાઈટ સપોર્ટની પણ સુવિધા મળે છે.
આની સાથે જ રીસેલની પણ કોઈ ઝંઝટ રહેતી નથી. મારુતિ સુઝુકીનાં ડીલર ચેનલ દ્વારા માઈલ્સ કારને રિપેર, ઈન્શ્યોરન્સ કવર તેમજ રોડસાઈડ આસિસ્ટન્ટ અપાવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.