દોસ્તો આજના યુગમાં પૈસા ખુબ જ મહત્વ રાખે છે, જીવનના ભરણ પોષણથી લઈને, સુખ-સુવિધા ભરેલું જીવન જીવવું, પૈસા વગર તે સંભવ ન બની શકે. અમુક લોકો તો એ પણ કહે છે કે પૈસા આજે ધરતી પર બીજા ભગવાનની જેમ જ છે. સમય આવી ગયો છે કે આજે બધા પૈસા ની પાછળ દોડી રહ્યા છે. શું તમે જાણો છો કે પહેલાની જૂની નોટોની નીલામી પણ થતી હોય છે. જે લોકો પર આવા પ્રકારની જૂની નોટોને એકઠા કરવાનો ભૂત સવાર હોય છે તેના માટે તે સારા એવા પૈસા પણ અપાવી શકે છે.
ઘણી એવી પણ નોટો હોય છે જેના પર ખાસ પ્રકારનો નંબર લાગેલો હોય છે જેને લીધે ઘણા લોકો તેને ખરીદવાનું ઇચ્છતા હોય છે.
જો તમારી પાસે પણ આવી કોઈ નોટ છે તો તે તમારા માટે ખુશખબર છે, કેમ કે તેના લીધે તમારી પાસે પણ ઘણું એવું ધન આવી શકે છે. આજે અમે તમને એવી જ એક નોટ વિશે જણાવીશું.
આ કોઈ જેવી તેવી નોટ નહીં પણ 5 રૂપિયાની એક ખાસ નોટ છે જેના પર ટ્રેકટરનું નિશાન બનેલું હોય છે.
તમને એ જાણીને હેરાની લાગશે કે ઘણી જગ્યાઓ પર આ નોટની કિંમત લાખો રૂપિયા સુધી પહોંચી જાતિ હોય છે. તેના વિશે આજે અમે તમને કઈક એવું જણાવવા જઈ રહ્યા છીએ જેને જાણીને તમે પણ હેરાન રહી જાશો.
પણ આ નોટની કિંમત જાણતા પહેલા તમે તેની સાથે જોડાયેલા અમુક તથ્યો ને જરૂર જાણી લો. જણાવી દઈએ કે આપણા દેશમાં સર્વ પ્રથમ આ નોટ 24 માર્ચ 1975 ના વર્ષ દરમિયાન ચલણમાં આવી હતી. જયારે આ નોટ અસ્તિત્વમાં આવી ત્યારે આરબીઆઇ ના ગવર્નર એસ જગન્નાથ હતા.
આ નોટના આવ્યા પહેલા આપણા દેશમાં જે 5 રૂપિયાની નોટ આવી હતી તેના પર હરણનું નિશાન બનેલું હતું. લીલા અને કેસરી રંગના આ નોટને સામેથી જોવા પર તેમાં ગુલાબી રંગના ઘેરા માં 5 લખેલું નજરમાં આવશે. જ્યાં તેની ડાબી બાજુએ વોટરમાર્કથી અશોક સ્તમ્ભ બનેલું છે જયારે નીચેની તરફ આરબીઆઇ નો લોગો અંકિત કરેલો છે.
જે નોટોમાં બે વાર 786 હોય છે, તેની કિંમત 4 હજાર રૂપિયા સુધી પહોંચી જાય છે, એવું પણ કહેવામાં આવે છે કે કટાઈ કે છપાઈ માં મિસપ્રિન્ટ નોટોની કિંમત પણ હજારો રૂપિયા સુધી પહોંચી જાય છે. અમુક નોટો તો માત્ર ગવર્નરની સિગ્નેચરને લીધે જ વહેંચાઈ જાય છે. જેવું કે કહેવામાં આવે છે કે આ નોટોમાં અમિતાબ ઘોસ ના સિગ્નેચર વાળી નોટ ખુબ વધુ પૈસામાં વહેંચાઈ છે
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle