સોશિયલ મીડિયા પર સાપોના ઘણા-બધા ભયાનક વિડીઓ તમે જોયા જ હશે પરંતુ આ સાપનો બધુ જ ભૂલાવી દે એવો ડાન્સ વિડીઓ ભાગ્યે જ જોયો હશે. આ વિડીઓમાં સાપ કંઇક એવી રીતે મંત્રમુગ્ધ થઇને ડાન્સ કરી રહ્યાં છે કે જોનારાઓ પણ થોડીવાર માટે મંત્રમુગ્ધ થઇ જાય. વિડીઓને બેંગ્લોરના વસુધા વર્માએ ટ્વીટર પર પોસ્ટ કર્યો છે. તેણે જણાવ્યું કે માત્ર 36 સેકેન્ડનો આ વિડીઓ એક ગોલ્ફ કોર્સમાં શૂટ કરવામાં આવ્યો છે જ્યાં ઘાસના મેદાનમાં બે સાવ બધુ જ ભૂલીને ડાન્સ કરી રહ્યાં છે.
વસુધાએ ટ્વીટમાં જણાવતા લખ્યું છે કે, ગોલ્ફ કોર્સનો ખૂણો થોડીવાર માટે ડાન્સ ફ્લોર બની ગયો. આ પ્રકૃતિનું સૌંદર્ય છે. તેણે પોતાની ટ્વીટમાં ચાર ભારતીય વન સેવા અધિકારીઓને પણ ટેગ કર્યા છે. તેના આ વિડીઓને ટ્વીટર પર હજારોવાર જોવામાં આવ્યો છે. લોકો આ વિડીઓ પર ધડાધડ કમેન્ટ કરી રહ્યાં છે.
ઘણા લોકો કે જેણે આ વિડીઓ જોયો છે તેમનુ કહેવું છે કે આ ડાન્સ નથી આ બંને હકીકતમાં લડી રહ્યાં છે. સાથે જ કેટલાંક લોકોનું કહેવું છે કે આ લોકોની પ્રાઇવસી ડિસ્ટર્બ ન કરવી જોઇએ. આઇએફએસ અધિકારી સુશાંત નંદા જે હંમેશા સોશિયલ મીડિયા પર એકથી એક ચડિયાતા Video પોસ્ટ કરે છે તેમણે કહ્યું કે આ નાના સાપ છે કોબરા નથી. આ ઝેરી નથી હોતા.
A cosy corner in a golf course becomes a dance floor. Gracious, synchronised swirling and twirling! Beauty is nature. @SudhaRamenIFS @ParveenKaswan @rameshpandeyifs @susantananda3 pic.twitter.com/0aVyyz27XK
— Vasudha Varma (@VarmaVasudha) March 11, 2020
આ વિડીઓમાં જોઇ શકાય છે કે બંને જમીનથી થોડી ઉંચાઇ સુધી ઉભા થઇને ડાન્સ કરી રહ્યાં છે. લોકોનું કહેવું છે કે આ પ્રકારના ડાન્સને સંભોગ નૃત્ય તરીકે ઓળખવામાં આવે છે. જો કે સ્મિથસોનિયન મેગેઝીન અનુસાર, એકબીજાની આસપાસ ડાન્સ કરનારા બે સાપોનો અર્થ હંમેશા એક સંભોગ નૃત્ય નથી હોતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.