મુંબઈની વિશેષ પોક્સો કોર્ટે 2014 ના કેસમાં એક મજૂરને સગીર છોકરીને કીસ કરવાનો દોષી ઠેરવ્યો છે. આ કેસમાં કોર્ટે કામદારને ત્રણ વર્ષની જેલની સજા સંભળાવી હતી.
તસ્વીરો સાંકેતિક છે.
મુંબઇના 26 વર્ષીય કન્હૈયા ભોસાલેને ફોજદારી કાર્યવાહી સંહિતા અને ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો ઉપરાંત પોકસોની કલમ 8 હેઠળ કોર્ટે દોષી જાહેર કર્યા છે. આ કેસમાં પીડિતાએ કોર્ટમાં જણાવ્યું હતું કે,તે તેની દાદી સાથે રહે છે. તેણે જણાવ્યું કે,શાળાએથી પાછા આવ્યા પછી, તે દિવસ દરમિયાન મોટાભાગે એકલી રહેતી હતી.
પીડિતાના કહેવા મુજબ, 29 ડિસેમ્બર, 2014 ના રોજ કન્હૈયા ભોંસલે તેના ઘરે ગયો હતો અને પૂછ્યું હતું કે શું તેની પાસે તેની માતાનો નંબર છે? જ્યારે પીડિતાએ કન્હૈયા ભોંસલેને કહ્યું કે,તેની પાસે તેની માતાનો નંબર નથી, ભોંસલે પીડિતાને ધક્કો માર્યો અને જ્યારે તે રડવા લાગીત્યારે કન્હૈયા ભોંસલેએ તેના હોઠ પર કિસ કરી. પીડિતાએ કોર્ટને જણાવ્યું કે,તેણી ચીસો પાડવા લાગી ત્યારે કન્હૈયા ભોંસલેએ તેના કપડા ફાડવા માંડ્યા.
જામીન પર જેલની બહાર:
તે જ સમયે, કેટલાક પડોશીઓ, બોડી ગાર્ડ અને ઇલેક્ટ્રિશિયન પીડિતાની ચીસો સાંભળીને પીડિતાના ઘરે પહોંચ્યા. આ પછી તેઓ કન્હૈયા ભોંસલેને ચેમ્બુરના આરસીએફ પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. જો કે, કન્હૈયા ભોંસલે જલ્દીથી જામીન પર જેલની બહાર આવ્યો હતો અને તે જ બિલ્ડિંગમાં રહેવા લાગ્યો હતો જેમાં પીડિતા રહેતી હતી. જોકે, ભોંસલેને થોડા સમય પછી ફરીથી ધરપકડ કરવામાં આવી હતી અને તે સુનાવણી દરમિયાન જેલમાં રહ્યો હતો. આ સાથે જ વિશેષ અદાલતે ભોંસલેને દોષી ઠેરવીને ત્રણ વર્ષની જેલની સજા ફટકારી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.