દિલ્હી: એક મહિલાને સંપૂર્ણ રીતે બેભાન કર્યા વગર દિલ્હી AIIMS ના ન્યુરો સર્જરી ડિપાર્ટમેન્ટમાં મગજની ગાંઠની સફળ સર્જરી કરવામાં આવી છે. સર્જરી દરમિયાન મહિલા હનુમાન ચાલીસાના પાઠ કરતી રહી હતી. મગજની સર્જરી એક ખૂબ જ જટિલ પ્રક્રિયા દર્દી અને ડોક્ટર બંને માટે માનવામાં આવે છે.
કોઈ પણ સર્જરી દરમિયાન, ડોકટરો ઘણી તકેદારી રાખતા હોય છે. જેથી દર્દીને કોઈ તકલીફ ન પડે અને તેને સર્જરી વિશે પણ ખબર ન હોય, પરંતુ હવે દિલ્હી એઈમ્સની ન્યુરો એનેસ્થેટિક ટીમે દર્દીને બેભાન કર્યા વિના જ બ્રેઇન સર્જરી કરીને કમાલ કરવામાં આવ્યો છે. તે વાતનું આશ્ચર્ય છે કે, સર્જરી દરમિયાન મહિલા દર્દી માત્ર સંપૂર્ણ સભાન જ રહી ન હતી, પરંતુ તે ઓપરેશન દરમિયાન હનુમાન ચાલીસાનો પાઠ પણ કરતી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, એમ્સમાં ગુરુવારે બે વેક ક્રેનિયોટોમી કરવામાં આવી છે. તેમાંથી એક 24-વર્ષની સ્કૂલની શિક્ષિકા હતી, જેના મગજની ડાબી બાજુ મોટી ગાંઠ હતી. જ્યારે ડોકટરો તેણીની ગાંઠને દૂર કરી રહ્યા હતા, ત્યારે તે હનુમાન ચાલીસાનાં પાઠ કરતી હતી. ઓપરેશન થિયેટરમાં હાજર કોઇ સભ્યએ તેનો વીડિયો બનાવ્યો હતો. સર્જરી બાદ, તેણીએ તેના વાળ શેમ્પૂ કર્યા અને કોઈ પણ પ્રકારનાં ઘટનાક્રમથી અજાણ, ખચકાટ વિના હસતા મોઢે ઓપરેશન થિયેટરમાંથી બહાર આવ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.