ઇંગ્લેન્ડના માન્ચેસ્ટર સાત સંમદર પાર રહેતી વિદેશી યુવતીનું દિલ નવસારીના આસણા ગામના એક યુવક પર આવી ગયું. ઇંગ્લેન્ડની ભુરીએ ભારત આવી નવસારીના આસણા ગામના યુવક સાથે લગ્નના બંધનમાં બંધાઈ ગઇ હતી. સાચા પ્રેમને કોઈ દેશની સરહદો રોકી શકતી નથી, જયારે સાચો પ્રેમ થઇ જાય ત્યારે તેમને કોઈ પણ અલગ કરી શકતું નથી એવું કહેવામાં આવે છે. આવું જ કંઈ નવસારી જિલ્લામાં આવેલા આસણા ગામના વસીમ પટેલ સાથે બન્યું છે.
ઇંગ્લેન્ડમાં રહેતી યુવતી જો મેકપેસ સાથે ઈન્સ્ટાગ્રામના માધ્યમથી નવસારીના આસણા ગામના યુવક વસીમ પટેલને મિત્રતા થઈ હતી. જેમ જેમ સમય જતો ગયો તેમ તેમ બંનેની મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ અને લગભગ એક વર્ષના પ્રેમ બાદ બંનેએ એકબીજા સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું હતું.
લગ્ન કરવાનું નક્કી કર્યા બાદ વિદેશી યુવતી જો મેકપેસ ભારત આવી હતી. ભારત આવી બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું અને તમામ સંબંધીઓ તેમજ મિત્રો લગ્નમાં સામેલ થયા હતા. વસીમ પટેલ જમીન લે-વેચનો ધંધો કરે છે. વસીમ પટેલ સાથે વાત કરતા જેને જણવ્યું કે, ઇંગ્લેન્ડ પર જો મેકપેસ સાથે પહેલા મેસેજની આપ લે થઈ હતી.
યુવકે વાતચીતમાં કહ્યું હું તેને ‘નેક દિલ ઇન્સાન’ લાગ્યો હતો. ત્યાર બાદ બંને વચ્ચે મિત્રતા થઇ અને મિત્રતા બાદ લગ્નની વાત કરતા તેણે પણ હા કહીં હતી. ત્યાર બાદ તેને તેના માતા-પિતા ને લગ્નની વાત કરી અને તેના માતા-પિતા પણ માની ગયા તેથી બંનેએ લગ્ન કરી લીધા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.