સુરતમાં બ્રીજ પરથી તાપી નદીમાં મોતની છલાંગ લગાવવા આવેલ યુવકને ફાયરબ્રિગેડના જવાને બચાવ્યો- જુઓ Live વિડીયો

સુરતના ડિંડોલી વિસ્તારના ડિંડોલી ઓવરબ્રિજ પર એક યુવાન આત્મહત્યા કરવા માટે પિલર પર ચડી ગયો હતો. યુવકને બચાવવા ફાયરબ્રિગેડના જવાનોએ ભારે મુશ્કેલી ઉઠાવી હતી. આ ઘટનાની ગુરુવારની મોડી રાત્રે બનેલી છે. પોલીસને આ ઘટના અંગે જાણ થતાં તરત ઘટનાસ્થળે દોડી આવી હતી.

મળતી માહિતી અનુસાર, મનુકુમાર પ્રસાદ જે મૂળ બિહારનો અને તે યુવક સુરતના ડિંડોલીમાં રહે છે અને મજૂરીકામ કરે છે. આ યુવક ગુરુવારે મોડી રાત્રે બ્રિજના પિલર પર ચડી ગયો હતો. તે સમયે ફાયર વિભાગના અધિકારીઓને જાણ કરતાં તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને યુવકને નીચે ઉતારવા માટે પ્રયાસ કરવા લાગ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

ફાયર વિભાગના જવાનોની પ્રયાસમાં સફળ રહ્યા હતા. પ્રયાસ દરમિયાન છેલ્લે બ્રિજની ઉપરના ભાગે દોરડાની મદદથી પિલર પર ચઢીને ફાયરના જવાનોએ યુવાનને બચાવ્યો હતો. લગભગ પાંચ કલાકની મહેનત બાદ રાત્રે સાડાબાર કલાકે ફાયર ટીમે રેસ્ક્યૂ કરી યુવાનને બ્રિજ પરથી સલામત નીચે ઉતાર્યો હતો. ત્યારબાદ યુવકને પોલીસને હવાલે કર્યો હતો. આખી ઘટનાનો વીડિયો બની જતાં યુવાનના આપઘાત પાછળનું કારણ જાણવા લોકો ભેગા થઈ ગયા હતા.

પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે, ડિંડોલી બ્રિજ પર ચઢી જનારો યુવાન નશામાં હતો અને કામ પરથી પરત આવ્યા બાદ ઊંઘ ન આવતી હોવાને કારણે અને કોઈ હેરાન નહીં કરે એ ઇરાદે બપોરે 3 વાગે જ બ્રિજ પર ચઢીને સંતાઈ ગયો હતો. ત્યાર બાદ સાંજે 7 વાગે લોકોએ પોલીસને જાણ કરી હતી. મનુકુમારે જણાવ્યું હતું કે, બ્રિજ પર તે ફસાઈ ગયો હતો. મારી ઈચ્છાથી હું બ્રિજ પર ચઢ્યો હતો. નશાખોર પોતાનું માનસિક સંતુલન ગુમાવી દેતા હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *