આજકાલ વધી રહેલા આપઘાટના કિસ્સાઓ દરમિયાન ફરીવાર એક આપઘાત(Suicide)નો કિસ્સો સામે આવ્યો છે. જેમાં ઈન્દોર(Indore)ના વલ્લભ નગર(Vallabh Nagar)માં ધોરણ 12ના વિદ્યાર્થીએ જીવન ટુંકાવ્યું હોવાના સમાચાર સામે આવ્યા છે. મંગળવારે રાત્રે તેણે પોતાના ઘરે સ્કુલ ટાઈ(School tie) વડે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. તેના શરીર પર એક પણ કપડું પણ ન હતું ઉપરાંત આશ્ચર્યની વાત તો એ છે કે, તેના મોંઢામાં ટામેટું ભરાયેલુ હતું. મોબાઈલ(Mobile)ની ફ્લેશ(Flash) ચાલુ હતી અને વીડિયો રેકોર્ડિંગ(Video recording) પણ થઈ રહ્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર, ઓનલાઈન ગેમ(Online game)નું ટાસ્ક પૂરું કરતી વખતે વિદ્યાર્થીએ પોતાનો જીવ ગુમાવ્યો છે. બીજી તરફ પરિવાર તેને હત્યા ગણાવી રહ્યો છે.
પોલીસ અધિકારી કમલેશ શર્માએ જણાવ્યું કે, વલ્લભ નગરમાં રહેતા વિવેક કોલ્હેના પિતા સ્કૂલ બસ ચલાવે છે. મા લોકોના ઘરે કામ કરે છે. આ ઉપરાંત, મોટો ભાઈ રોહિત નોકરી કામ કરે છે. મંગળવારે બધા પોતપોતાના કામમાં વ્યસ્ત હતા. રોજની જેમ વિવેક ઘરે એકલો હતો. આ દરમિયાન, તેણે પહેલા ટાઈને ફાંસી બનાવી અને ગળામાં નાખી. ત્યારબાદ તેણે તેના બંને હાથમાં દોરડું લઈ લોખંડની પાઈપ સાથે બાંધી દીધું હતું.
જ્યારે વિવેકનો મોટો ભાઈ રોહિત ઘરે પહોંચ્યો ત્યારે તેણે દરવાજો ખખડાવ્યો. પરંતુ, ઘણા લાંબા સમય સુધી કોઈએ દરવાજો ખોલ્યો નહી. બાદમાં રોહિતે દરવાજો તોડી નાખ્યો. જ્યારે તે અંદર આવ્યો તો તેણે જોયું કે વિવેક ફાંસી પર લટકતો હતો. રોહિતે તરત જ તેને નીચે ઉતાર્યો. ત્યારબાદ તેને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો જ્યાં ડોક્ટરો દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.
મૃતકના ભાઈ રોહિતના કહેવા પ્રમાણે, વિવેકના બંને હાથ પીઠ પાછળ બાંધેલા હતા. તેના ગળામાં પ્લાસ્ટિકની નળી અને મોઢામાં ટામેટું હતું. બંને હાથ વચ્ચે પાઈપ ફસાઈ ગઈ હતી. તે 6 ફૂટની ઊંચાઈએ લટકતો હતો. આ બધાના કારણે રોહિતે હત્યાની શક્યતા વ્યક્ત કરી છે.
ઘટના બાદ પોલીસ દ્વારા વિવેકના મિત્રો સાથે વાત કરવામાં આવી હતી. દરેકનું કહેવું હતું કે, વિવેક ઓનલાઈન ગેમ રમે છે. બપોરે વિવેકે ઘરની સામે રહેતી મહિલા પાસે હથોડીની માંગી હતી. ત્યારથી તેને કોઈએ જોયો નથી. દરવાજો પણ અંદરથી બંધ હતો તેથી પોલીસ તેને આત્મહત્યા ગણાવી રહી છે. આ અંગે સ્પેશિયલ ટીમનું કહેવું છે કે, જો હત્યાઓ થઈ હોત તો સંઘર્ષના કોઈ ચિહ્નો હોત. પોલીસ દ્વારા વીડિયો રેકોર્ડિંગના આધારે તપાસ હાથ ધરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.