સાપ કરડતા બે માસુમ બહેનોના મોત- પરિવારના બે માસુમ ફૂલ મુંજાતા છવાયો શોકનો માહોલ

ગીર સોમનાથ(ગુજરાત): આપણા મનમાં સાપનું નામ સાંભળતા જ ડરનો માહોલ છવાઇ જાય છે. ત્યારે આ સાપ ઝેરી હોય અને તમને ડંખ મારી જાય તો… હાલમાં એક…

ગીર સોમનાથ(ગુજરાત): આપણા મનમાં સાપનું નામ સાંભળતા જ ડરનો માહોલ છવાઇ જાય છે. ત્યારે આ સાપ ઝેરી હોય અને તમને ડંખ મારી જાય તો… હાલમાં એક આવી જ ઘટના જોવા મળી છે. જેમાં સાપના ડંખ મારવાને કારણે બે માસુમ બાળકીના મોત થયા છે અને પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો છે.

ગીર સોમનાથના ઉના ગામમાં એક કરુણ ઘટના બની હતી. રાત્રિના સમયે ઊંઘી રહેલી બે માસૂમ બહેનોને સાપે ડંખ માર્યો હતો અને બંનેની તબિયત બગડતા તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્યાં હાજર તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. આ ઘટના બાદ પરિવાર પર જાણે કે આભ તૂટી પડ્યુ છે. દીકરીઓના મૃત્યુ બાદ પરિવાર અને ગામમાં શોક છવાય ગયો છે.

મળતી માહિતી અનુસાર, રાત્રી દરમિયાન ગીર સોમનાથના ઉના તાલુકાના લામધાર ગામમાં સાપ રહેણાંક વિસ્તારમાં આવ્યો હતો અને તે અચાનક મકાનની ઓરડીમાં ઘુસી ગયો હતો. ત્યારબાદ સાપે રાત્રે જમ્યા બાદ સૂતી બે બહેનો જેમની ઉંમર અંદાજે 12 અને 10 વર્ષની છે. સાપે તેમને ડંખ માર્યો અને નિધિ અને વનિકાનો જીવ લઇ લીધો હતો. સાપના ઝેરને કારણે બંને બહેનોના મોત થયા હતા અને પરિવારને જાણ થતા જ આ સાપની શોધખોળ હાથ ધરી હતી. ક્રોક નામનો સાપ ચટપટા મારતો મળી આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *