સમગ્ર રાજ્યમાં પડેલ અતિભારે વરસાદને કારણે સૌરાષ્ટ્રના ઘણાં જળાશયો તેમજ ચેકડેમો ઓવરફલો થઈ ગયાં છે. આને કારણે ઘણીવાર પાણીના ધસમસતાં પ્રવાહમાં ડૂબી જવાંની ઘણી ઘટના સામે આવતી હોય છે. હાલમાં પણ આવી જ એક ઘટના સામે આવી રહી છે.
ગઢડામાં આવેલ ટાટમ ગામમાં રહેતાં દર્શન જીડીયા નામનો યુવાન ભીમડાદ ગામમાં ગેરેજનું કામ કરતો હતો. તે તેનાં મિત્રોની સાથે ભીમડાદ ડેમમાં ન્હાવા માટે ગયો હતો. આ દરમિયાન પાણીનાં વહેણમાં તણાઈ ગયો હતો. જેથી સાથે ગયેલ મિત્રોએ દેકારો મચાવતાં આજુબાજુથી લોકો દોડી આવ્યા હતાં.
તરવૈયાઓ તથા સ્થાનિક લોકોએ યુવાનની તપાસ હાથ ધરી હતી. રાત્રે સાડા 8 વાગ્યા સુધીમાં તપાસ કરવામાં આવી હતી. આમ છતાં યુવાનની જાણ થઈ ન હતી. ગઈકાલે કુલ 17 કલાકની જહેમત પછી યુવાનની લાશ મળી આવી છે. હાલમાં તો મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવ્યો છે.
ઉમરાળા તાલુકામાં આવેલ ઝાંઝમેર ગામની રંઘોળી નદીમાં 2 દિવસ અગાઉ નસવાડી ખેતીમાં ભાગ રાખીને ખેતી કરતો ગજાનંદ નાયક નામનો માત્ર 18 વર્ષનો યુવક ન્હાવા માટે પડ્યો હતો. પણ એ ડૂબી જતાં સ્થાનિક તરવૈયાઓએ તપાસ હાથ ધરી હતી પણ એનો કોઈ પત્તો લાગ્યો ન હતો.
આને કારણે ઉમરાળા મામલતદાર, પોલીસ સહિતનો સ્ટાફ ઘટનાસ્થળ પર દોડી આવ્યો હતો. રાત્રી સુધી સ્થાનિક તરવૈયા તથા ભાવનગર ફાયર બ્રિગેડનાં જવાનોએ તપાસ હાથ ધરી હતી. ત્યારબાદ કુલ 7 કલાકની જહેમત પછી ગઈકાલે લાશ મળી આવી હતી.
ભાવનગર શહેરી વિસ્તાર સુધી પૂરનાં પાણી પહોંચી વળ્યાં છે. કાળુભાર, રંઘોળી, કેરી તથા ઘેલો નદીમાં આવેલ પૂરને કારણે ભાવનગર જિલ્લાનાં ઘણાં ગામોમાં પાણી ભરાઈ ગયાં છે. પૂર આવતાં પાણી ભાવનગર શહેરમાં આવેલ કુંભારવાડા ખાર વિસ્તાર સુધી પહોંચી વળ્યાં છે.
મિત્રોની સાથે ડેમમાં ન્હાવા પડેલ યુવાનનું ડૂબી જવાંથી નીપજ્યું મોત – જુઓ વિડીયો… pic.twitter.com/6bD5znegEs
— Trishul News (@TrishulNews) September 5, 2020
ખારમાં આવેલ માઢીયા રોડ સહિતના વિસ્તારમાં પાણી આવી જતાં લોકો ઘણી મુશ્કેલીમાં મૂકાઈ ગયાં છે. કુંભારવાડામાં આવેલ ઘણી ઇન્ડ્રસ્ટ્રીઝમાં પણ પાણી ભરાઈ ગયાં છે. હજુ પાણીની આવકમાં વધારો થાય તો કુંભારવાડામાં મુશ્કેલી સર્જાય એવું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews