ઉત્તરપ્રદેશ(Uttar Pradesh)ના મૈનપુરી(Mainpuri)માં કુરાવલી(Kuravali) પોલીસ સ્ટેશન વિસ્તારમાં રવિવારે રાત્રે ફતેહજંગપુર પાસે રોડ પર એક બાઇક સવાર અચાનક નીલગાય સાથે અથડાતા અકસ્માત(Accident) સર્જાયો હતો. અકસ્માતમાં યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. મળતી માહિતી અનુસાર કહેવામાં આવી રહ્યું છે કે મૃત્યુ પામેલ યુવકના આધાર કાર્ડ દ્વારા ઓળખ થયા બાદ સંબંધીઓને આ ઘટના અંગે માહિતી આપવામાં આવી હતી.
મળતી માહિતી અનુસાર પોલીસે સોમવારે યુવકનું પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. તેમજ યુવકના મોત બાદ પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી. ભોગગાંવ પોલીસ સ્ટેશનના દિવાનપુર ગામના રહેવાસી અતર સિંહ લોધીનો 27 વર્ષીય પુત્ર નીતુ રવિવારે મોડી સાંજે કુરાવલી જઈ રહ્યો હતો. તે દરમિયાન બાઇક પોલીસ સ્ટેશન વિસ્તારમાં આલુપુરા રોડ પર ફતેહજંગપુર ગામ પાસે પહોંચી હતી. ત્યારે અચાનક નીલગાય રસ્તા પર આવી હતી. નીલગાય વચ્ચે આવતા નીતુનું બાઇક અસંતુલિત બની હતી અને અચાનક વચ્ચે આવેલ નીલગાય સાથે ગાડી અથડાઈ ગઈ હતી અને ગંભીર અકસ્માત સર્જાયો હતો.
આધાર કાર્ડ દ્વારા ઓળખ કરવામાં આવી હતી:
મળતી માહિતી અનુસાર અકસ્માત દરમિયાન મૃત્યુ પામેલ વ્યક્તિની ઓળખ તેના આધાર કાર્ડ દ્વારા કરવામાં આવી હતી. તેમજ કહેવામાં આવી રહ્યું છે કે અકસ્માતની ઘટનાની માહિતી મળતાં પોલીસે આસપાસના લોકો સાથે ઓળખ કરવાના પ્રયાસો હાથ ધર્યા હતો. પરંતુ કોઈ માહિતી મળી ન હતી. ખિસ્સામાંથી મળેલા આધાર કાર્ડ પરથી મૃતકની ઓળખ થયા બાદ પોલીસે પરિવારના સભ્યોને ફોન કરીને અકસ્માતની જાણ કરી હતી. પરિવારમાં મૃત્યુની માહિતી મળતા પરિવારજનો ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. તેમજ સોમવારે પોસ્ટમોર્ટમ કર્યા બાદ પોલીસે અંતિમ સંસ્કાર માટે મૃતદેહ સ્વજનોને સોંપ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.